કાલોલ-ગોધરા હાઈવે રોડ ઉપર હિમતપુરા બસસ્ટેન્ડ નજીક સર્જાયો અકસ્માત. પ્રાપ્ત માહિતી મુજબ સુરતથી ટ્રકમાં સામાન ભરી રાજસ્થાન ભીલવાળા જતો હતો.એ જ સમયે હાલોલ-કાલોલ ગોધરા હાઇવે રોડ ઉપરથી પસાર થતાં હિમતપુરા બસસ્ટેન્ડ નજીક એક બાઈક સવાર અચાનક વચ્ચે આવી જતાં બાઈક સવારને બચાવવા જતાં સામાન ભરેલી ટ્રક પલ્ટી મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રકનાં ડ્રાઇવરને ઈજાઓ પહોંચતાં તાત્કાલિક 108 મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મુસ્તાક દુરવેશ, હાલોલ.