પાવીજેતપુર તાલુકાની ચુડેલ પ્રાથમિક શાળાના શિક્ષકને છોટાઉદેપુર જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ અપાયો
પાવીજેતપુર તાલુકાના ચુડેલ પ્રાથમિક શાળામાં શિક્ષક મહેશભાઈ રાઠવાએ છોટાઉદેપુર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી શાળા તથા પાવીજેતપુર તાલુકા નું નામ રોશન કર્યું છે.
છોટાઉદેપુર જિલ્લાનો પાંચમી સપ્ટેમ્બર ના રોજ ખૂબ જ ઉત્સાહ ઉમંગ સાથે છોટાઉદેપુર દરબાર હોલમાં ઉજવવામાં આવ્યો હતો આ સમયે તાલુકા તેમજ જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં છોટાઉદેપુર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે છોટાઉદેપુર જિલ્લાની પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગૃપની ચુડેલ પ્રાથમિક શાળામાં ઉપ શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠવા મહેશભાઈ ચંદુભાઈને એનાયત કરવામાં આવ્યો હતો. પાવીજેતપુર તાલુકાના શિક્ષક એવા મહેશભાઈ રાઠવા ને જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળતા પાવીજેતપુર તાલુકા શિક્ષણ આલમમાં ખુશીની લહર પ્રસરી જવા પામી હતી.
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો શિક્ષણ દિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ,, ડી.ઈ.ઓ ક્રિષ્નાબેન પાંચાની, ડી પીઓ ઇમરાન સોની, માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ મુકેશ પટેલ તેમજ અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ, ચુડેલ પ્રાથમિક શાળાના શિક્ષક મહેશભાઈ રાઠવા એ જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવી પાવીજેતપુર તાલુકાનું, ચુડેલ પ્રાથમિક શાળાનું,, ચુડેલ ગામનું, અને સમાજનું ગૌરવ વધારેલ છે.