પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ , અમરેલી નાઓએ અમરેલી જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શરીર સબંધી તથા મીલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પો.સ્ટે . વિસ્તારમા સધન પેટ્રોલીંગ કરવા તેમજ આરોપીઓ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી નાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય તા .૦૫ / ૧૧ / ૨૦૨૨ ગઇ તા .૦૩ / ૧૧ / ૨૨ ના રોજ રાત્રીના આશરે દોઢેક વાગ્યે લાઠી શહેર પાંજરાપોળ શેરીમાં રહેતા સંજયભાઇ વંસતરાય સોલંકી ઉવ .૪૮ ધંધો- વેપાર , રહે.પાંજરાપોળ શેરી લાઠી જી.અમરેલી વાળાનો ફોન આવેલ કે તેઓના બંધ મકાનમાં કોઇ ચોર ઇસમો ચોરી કરવા ઘુસેલ છે જેથી આ બાબતે વર્ધી મળતા પો.સ.ઇ પી.એ.જાડેજા સા.નાઓએ અલગ અલગ ટીમો બનાવી ફરિ ના ઘરને કોર્ડન કરી ઘરમાં તપાસ કરતા આરોપીઓ ચોરી કરી નાશી ગયેલ હોય જેથી તાત્કાલીક આ બાબતે અલગ અલગ જગ્યાઓ ઉપર તપાસ કરતા એક ઇસમને એક બંધ પડતર મકાનમાંથી ચોરી મા ગયેલ સોના ના દાગીના તથા રોકડા રૂપિયા સાથે પકડી પાડવામાં સફળતા મેળવેલ હતી અને આ કામે ફરિ . ની ફરિયાદ આધારે લાઠી પૉસ્ટે ગુ.ર.નં ૧૧૧૯૩૦૩૪૨૨૦૫૦૧/૨૦૨૨ IPC કલમ ૪૫૭,૩૮૦,૧૧૪ મુજબનો ગુન્હો તા .૦૩ / ૧૧ / ૨૦૨૨ ના કલાક ૦૬/૦૦ વાગ્યે રજી . થયેલ હતો . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) નાસીરહુસેન લીયાકતહુસેન રફાઇ ઉ.વ .૨૧ ધંધો , મજુરી રહે.કુભારવાડા , અવેડો મામાની દેરી પાસે , ભાવનગર પકડાયેલ મુદામાલ ( ૧ ) એક સોનાનો ચેઇન ૧૧ ગ્રામ ૭૦૦ મી.લી જેની કી.રૂ. ૩૫૦૦૦/ ( ૨ ) એક સોનાની વીટી ૦૨ ગ્રામ ૬૦૦ મી.લી જેની કી.રૂ .૧૫૦૦૦ / ( ૩ ) એક સોનાનું પેંડલ ૦૨ ગ્રામ ૧૦૦ મી.લી. જેની કી ૩૯૦૦ / ( ૪ ) રોકડા રૂપીયા ૧૫૮૪૦ /પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ આરોપી વિરુધ્ધ ભાવનગર જીલ્લામાં નીચે મુજબના ગુનાઓ રજી થયેલ છે અને આરોપીને શીહોર પો.સ્ટે ના ગુન્હામાં સન પણ થયેલ છે . પોલીસ સ્ટેશન ભાવનગર બોરતળાવ પો.સ્ટે શિહોર પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૦૧-૨૦૧૫ ૮૨૦૨૨ કમ ઇ.પી.કો.ક. ૪૫૪,૪૫૭૩૮૦ મુજબ ૧૧૧૯૮૦૪૭૨૧૦૧૧૩/૨૦૧ ઇ.પી.કો ક . ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે પકડાયેલ આરોપીનો ગુનાહિત ઈતિહાસ આરોપી વિરુધ્ધ ભાવનગર જીલ્લામાં નીચે મુજબના ગુનાઓ રજી થયેલ છે અને આરોપીને શીહોર પો.સ્ટે ના ગુન્હામાં સન પણ થયેલ છે . પોલીસ સ્ટેશન ભાવનગર બોરતળાવ પો.સ્ટે શિહોર પો.સ્ટે ગુ.ર.નં ૧૧૧૯૦૧-૨૦૧૫ ૮૨૦૨૨ કમ ઇ.પી.કો.ક. ૪૫૪,૪૫૭૩૮૦ મુજબ ૧૧૧૯૮૦૪૭૨૧૦૧૧૩/૨૦૧ ઇ.પી.કો ક . ૪૫૪,૪૫૭,૩૮૦ મુજબ આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ લાઠી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તથા લાઠી પોલીસ ટીમ દ્વારા કરવામા આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા /અમરેલી.