જસદણના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતાં ફટાકડા ફોડી ઉજવણી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે ત્યારે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી દીધી છે.મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઇ છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પોતાના ઉમેદવારો નક્કી કરવા માટે પૂરજોશમાં બેઠકો કરી રહ્યાં છે. એમાંય ભાજપની જો વાત કરીએ તો ભાજપ ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી શાસનમાં છે એટલે ભાજપનો તો મુખ્યમંત્રીનો ચહેરો નક્કી જ છે. પરંતુ કોંગ્રેસ અને AAPની માટે મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી કરવો થોડું અઘરું હતું. ત્યારે AAPએ તો ગુજરાતના CM પદ માટે ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરી દીધી છેકેજરીવાલે કહ્યું કે, 'આજે ગુજરાતના ઈતિહાસ માટે સૌથી મહત્વનો દિવસ છે. 27 વર્ષ સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હોતો. ત્યારે આજે ગુજરાત પરિવર્તન ઇચ્છી રહ્યું છે. આજે લોકોને એક નવો વિકલ્પ મળ્યો છે. આમ આદમી પાર્ટી નવી પાર્ટી છે. નવું એન્જીન છે. અમે રૂમમાં બેસીને નક્કી નથી કરતા કે CM કોણ હશે. પંજાબની જનતાએ CM ઉમેદવાર નક્કી કર્યા છે. ગુજરાતમાં લાગી રહ્યું છે છે કે આમ આદમી પાર્ટી આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દરેક સર્વે ખોટા પડશે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે. અમે જ્યારે સર્વે કર્યો તેમાં 16.48 લાખ લોકોએ મત આપ્યો. જેમાંથી ઈસુદાન ગઢવીને 73 ટકા મત મળ્યા.'