વિસનગર તાલુકાના કંસારાકુઈ થી વિસનગર જતા રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપ તરફ જતા બાઇક ચાલકને ફોર વ્હીલ ગાડીના ચાલકે સાઈડ ટક્કર મારી ઇજાઓ પહોંચાડી હતી. જેમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચાડી ફરાર થનાર ગાડી ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ છે.
વિસનગર તાલુકાના રંડાલા ગામના ચૌધરી પોપટભાઈ દલાભાઈ તેમના કુટુંબી ભાઈ ચૌધરી ભાવિક નુ બાઇક લઈ કામકાજ સારું નીકળ્યા હતા. જ્યાં બાઇક માં પેટ્રોલ પૂરવાનું હોવાથી તેઓ કંસારાકુઇ થી વિસનગર તરફ જતા આવેલ એસ્સાર પેટ્રોલ પંપ પર જતા વિસનગર તરફ થી આવતી એક ગાડીએ બાઇક ને ટક્કર મારી હતી. જે ફોર વ્હીલ ગાડી (GJ.08.CC.2307) ના ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બાઇક ચાલક નીચે પટકાતા ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી ઇજાઓ પહોચાડતા બાઇક ચાલકે ગાડી ચાલક સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.