એસઓજીએ બાતમીના આધારે શુક્રવારે ધાનેરા વિસ્તારમાંથી નશીલા પદાર્થ લઈને રાજસ્થાન તરફથી આવતાં ડીસાના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ શખ્સો પાસેથી હેરોઈન મોર્ફિન 256.890 ગ્રામ મળી આવ્યો હતો. રૂ.15.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાની એસઓજી પીઆઈ એમ.જે.ચૌધરી સહિતની ટીમ ધાનેરા વિસ્તારમાં રાજસ્થાન તરફથી આવતાં વાહનોનું શુક્રવારે ચેકીંગ કરી રહી હતી. ત્યારે બાતમીનાં આધારે રાજસ્થાન તરફથી આવતી એક રિક્ષાની એસઓજીએ તપાસ કરતાં ડીસાનાં ટેકરા વિસ્તારમાં રહેતો રિક્ષા ચાલક પરેશ ભરતભાઇ ઠાકોર અને તેનો સાથીદાર ડીસાની સિંધી કોલોની વિસ્તાર નજીક રહેતો મનોજગર ગૌસ્વામી બન્ને શખસો રિક્ષામાં રાજસ્થાનમાં રહેતા ટેટોપ ગામના તેજા નામના શખસ પાસેથી હિરોઈન મોર્ફિન નામનો નશીલો પદાર્થ લઈ ડીસા તરફ જઈ રહ્યા હતા.

જેથી બન્ને શખસોને એસઓજીએ ઝડપી પાડયા હતા અને વધુ બે શખસો વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો. જેમાં ડીસાના અનિકેત ઠાકોર અને પ્રવીણ ઠાકોરનું નામ ખૂલ્યું હતું.