સમસ્ત ભીંગરાડ ગામ આયોજિત ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ તેમજ ગૌરવ સન્માન સમારોહ કાર્યક્રમ અંતર્ગત માણેક ભાઈ લાઠીયા, વર્ષાબેન માણેકભાઈ લાઠીયા, અરવિંદભાઈ આણદાણી , જયાબેન અરવિંદભાઈ આણદાણી, પુનાદાદા આણદાણી, પાર્વતીબા આણદાણી, જતીનભાઈ આણદાણી, કિરણબેન જતીનભાઈ આણદાણી, દર્શનભાઈ આણદાણી, અશોકભાઈ લલ્લુભાઈ આણદાણી , જીતુભાઈ ડેર (ચેરમેન, જિલ્લા આરોગ્ય સમિતિ) , ભરતભાઈ સુતરીયા (જિલ્લા પંચાયત સભ્ય) , કાળુભાઈ લાઠીયા( સરપંચ શ્રી ) , જનકભાઈ તળાવીયા (જિલ્લા ભાજપ અગ્રણી) , કોબ્રા કમાન્ડો અજયભાઈ મકવાણા, ડોક્ટર સિંગ સાહેબ (મેડિકલ ઓફિસર ચાવંડ), ડોક્ટર સાગરભાઇ પરવાડીયા, ડોક્ટર મોકાસણા સાહેબ(વહીવટી અધિકારી), શરદભાઈ ધાનાણી (બિલ્ડર, અમરેલી) ઉપસ્થિત રહ્યા હતા.
-> દાતાઓ અને મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.
-> ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા પ્રાસંગિક વક્તવ્ય. આપવામાં આવ્યું હતું.
-> દાતાઓ અને મહેમાનો નું નાની બાલિકાઓ દ્વારા વેલકમ ગીત અભિનય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
-> ત્યારબાદ કાર્યક્રમને આગળ લઈ જતા યુવા સાયબર એડવોકેટ ચિંતન લખમણભાઈ વિરાણી દ્વારા લાગણીના શબ્દથી સ્વાગત કર્યું હતું અને દાતાઓ, મહેમાનો, ગ્રામજનો અને આદરણીય વડીલોનો મીઠો આવકાર કર્યો હતો.
-> આ ગૌરવ સન્માન સમારોહ કાર્યક્રમમાં તમામ દાતાશ્રીઓ અને મહેમાનશ્રીઓ, ગામની સમિતિના સભ્યો, સુરત ની સમિતિઓના સભ્યો, સમશાનનું કામ કરતી સમિતિ તેમજ ગામની અન્ય સમિતિ નું સન્માન કરવામાં આવ્યું હતું.
-> આ કાર્યક્રમમાં આધુનિક ભીંગરાડ ગામના સ્વપ્નદ્રષ્ટા એવા માણેકભાઈ લાઠીયા દ્વારા કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આ અરવિંદભાઈએ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે એ બદલ એમનો આભાર માનીએ એટલો ઓછો છે ગામમાં કોઈને નાનું મોટું બીમાર પડ્યા હોય તો દામનગર લાઠી કે અમરેલી લઈ જવા પડે છે.પરંતુ, એટલી સરસ સુવિધા કરી આપી છે. અમુક લોકો પાસે તો અમરેલી જવાના ભાડાના પૈસા પણ હોતા નથી એ લોકો માટે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આશીર્વાદરૂપ બનશે. સમગ્ર અમરેલી જિલ્લાનું સર્વ શ્રેષ્ઠ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે સમગ્ર ગ્રામજનોને અપીલ કરી હતી કે અરવિંદભાઈ દ્વારા બનાવી આપેલા આરોગ્ય કેન્દ્રનું જતન કરજો અને આ અરવિંદભાઈ નાં લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરજો.
-> ત્યારબાદ દર્શનભાઈ અરવિંદભાઈ અણદાણીએ એ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે અમારા આમંત્રણને માન આપીને પોતાનો કિંમતી સમય કાઢીને પધારેલા તમામ મહેમાનો તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું. આરોગ્ય અને શિક્ષણ આ બંને સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય છે. માણેકભાઈએ સ્કૂલ બનાવી આપી છે આ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં જાય એવી હું ભગવાનને વિનંતી કરું છું. હમણાં જ કોરોના અને ડેન્ગ્યુ જેવી મહામારી થઈ તેને ધ્યાનમાં રાખીને મારા પિતાજીએ સંકલ્પ લીધેલો અને આરોગ્ય કેન્દ્ર બનાવ્યું છે આરોગ્યના અધિકારીઓ યોગ્ય રીતે કાર્ય કરે તો લોકોની સ્વાસ્થ્યની સારી સુવિધા મળી રહે અને આ ડેવલપ કરવામાં ગામની સમિતિના સભ્યો સુરતના યુવા મંડળના સભ્યો કે જેમણે પણ સેવા આપી છે તે તમામને હું નમન કરું છું અને તે તમામનો આભાર વ્યક્ત કરું છું.
-> ત્યારબાદ અમરેલી જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન જીતુભાઈ ડેર દ્વારા વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ભીંગરાડ ગામના આંગણે વિવિધ સુવિધાઓ દાતાશ્રીઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે તે માટે દાતાશ્રીઓ, વડીલ મુરબ્બીઓ, ગ્રામજનો ને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું દર્શનભાઈ અરવિંદભાઈ આણદાણીએ જણાવ્યું તે મુજબ માણેક ભાઈ તેમજ દર્શનભાઈ ના પરિવાર દ્વારા જે સુવિધા આપી છે તે ગ્રામજનો દ્વારા સંપી રહીને જાળવણી કરે અને ગ્રામજનોને લાભ મળે તેવી હું આશા રાખું.
-> ભીંગરાડ ગામના 108 ની જેમ કાર્ય કરી રહ્યા છે એવા વિજયભાઈ સોહલીયા દ્વારા વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે ગૌરવ સન્માન કાર્યક્રમ તેમજ ભવ્ય લોકાર્પણ કાર્યક્રમને માન આપીને ડાયમંડ નગરી સુરતમાં જાણીતું નામ માણેકભાઈ લાઠીયા અને ભારત ભરમાં કે જેમને સરકાર દ્વારા અનેક સન્માન પત્રો કે એવોર્ડો મળ્યા છે એવા આપણા જ ગામનું ગૌરવ અરવિંદભાઈ આણદાણી તથા મંચ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કરું છું. આ બંને દાતાશ્રીઓ એવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ બંને દાતાઓ ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે અને મને પાકું યાદ છે કે જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનતું હતું ત્યારે 125 વર્ષ જૂનો લીમડો હાલ હયાત છે અને આ 125 વર્ષ જુના લીમડા નીચે આપણા પૂર્વજો બેસતા હતા. અહીંયા ઘણા પરિવારના દાદાઓ બેસતા હતા એટલે આ લીમડા નું નામ દાદા નો લીમડો એવું આપવામાં આવ્યું છે. અજયભાઈ મકવાણા કે જે આપણા જ ગામનું ગૌરવ અને ગુજરાતમાં બહુ જ નહિવત માત્રામાં ઉપલબ્ધ છે તેવા કોબ્રા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહ્યા છે એમનું પણ હું અહીંયા સ્વાગત કરું છું.
-> ત્યારબાદ ચાવંડના મેડિકલ ઓફિસર સિંગ સાહેબે જણાવ્યું હતું કે અમે સંપૂર્ણપણે ખાતરી આપીએ છીએ કે અમારી ટીમ સેવા આપવા માટે કટિબદ્ધ છે. જેમ અલગ અલગ દેશના અલગ અલગ સરકારની જે નેશનલ ક્વોલીફાઈડ એસ્યોરન્સ હોસ્પિટલની જે સેવાઓ હોય છે, જે મુજબની પણ આપણા દેશની સેવાઓ હોય છે, તે મુજબની સેવાઓ આપવા અમે પણ તૈયાર છીએ. સાહેબે વધુમાં લોકોને અપીલ કરી હતી કે બને ત્યાં સુધી રક્તદાન કરવું જોઈએ કે જેથી જે લોકોને લોહીની જરૂર હોય તેને જરૂરિયાત મુજબ લોહી મળી રહે.
-> ત્યારબાદ આ ગામના બંને મુખ્ય દાતાશ્રીઓ માણેકભાઈ લાઠીયા તેમજ અરવિંદભાઈ આણદાણી અને કોબ્રા કમાન્ડો એવા અજયભાઈ મકવાણા નું સવિશેષ ટ્રોફી-શિલ્ડ અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
-> ત્યારબાદ આ ગામના ઉપસરપંચ જયસુખભાઈ બલર દ્વારા વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આપણા ગામનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે.
-> આ કાર્યક્રમનું સમગ્ર એન્કરિંગ રમેશભાઈ ધામી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમનું પણ સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
-> આ ગૌરવ સન્માન સમારોહ કાર્યક્રમની આભાર વિધિ ડોક્ટર હરેશભાઈ ઇટાળિયા દ્વારા કરવામાં આવી હતી.
-> ત્યારબાદ આ સન્માન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રવેશ-દ્વાર ગેટ તેમજ આરસીસી રોડ અને 125 વર્ષ જુના દાદાજીના લીમડાનું લોકાર્પણ મહેમાન શ્રીઓ તેમજ ગામજનોની વિશેષ ઉપસ્થિતિમાં દાતાશ્રીઓ અને દાતાશ્રીઓનાં પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું હતું..
-> આ કાર્યક્રમ ને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ગામના તમામ નાગરિકોએ સારો એવો સાથ સહકાર આપ્યો છે..
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.