પાવીજેતપુર નગરમાં આવી પહોંચેલ પરિવર્તન સંકલ્પ યાત્રાનું પાવીજેતપુર કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. 

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

             ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ વિભાગો પાડી પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે ત્રીજી નવેમ્બર ના રોજ મોડી સાંજે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પાવીજેતપુર માં આવી પહોંચી હતી. સૌપ્રથમ આ યાત્રા બાબા સાહેબ આંબેડકર ચોકમાં પહોંચી બાબાસાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરી પરિવર્તન સંકલ્પ યાત્રા પાવીજેતપુર નગરના હાર્દ સમાન વિસ્તાર તીનબત્તી ઉપર પહોંચી સભામાં પરિવર્તિત થઈ હતી. 

           પરિવર્તન સંકલ્પ યાત્રાના કન્વીનરો શ્રી નારણભાઈ રાઠવા તેમજ સુખરામભાઇ રાઠવા દ્વારા ભાજપ સરકારના કાર્યશૈલી ઉપર સવાલો ઉઠાવ્યા હતા. રાજયસભાના સાંસદ નારણભાઈ રાઠવા એ બોલતા જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં ભાજપના નેતાઓનો જન્મ પણ થયો ન હતો ત્યારના ડેમો બાંધી દીધા છે. કોંગ્રેસ પક્ષ તો બધાનો બાપ છે. સાથે સાથે જણાવ્યું હતું કે કર્મચારીઓ તેમજ અધિકારીઓ તો જાણે ભાજપના એજન્ટો જ બની ગયા છે ફક્ત ખેસ નાખવાના બાકી રાખ્યા છે. સરકારી કોઈપણ કાર્યક્રમ હોય તો બસોને મંગાવી જનતાની હાલાકીમાં વધારો કરી દે છે. 

        આમ, પાવીજેતપુર નગરમાં આવી પહોંચેલ કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ આ યાત્રા સભામાં પરિવર્તિત થઈ ગઈ હતી તેમજ આ સમયે ઉપસ્થિત નેતાઓએ ભાજપ સરકારનો વિરોધ કરી કોંગ્રેસને મત આપવાની હાકલ કરી હતી. 

          આ સમયે છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા, વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા, ડેરીના ડિરેક્ટર રણજીતભાઈ રાઠવા, તુલસી સેવા શ્રમ ના પ્રમુખ રાજુભાઈ રાઠવા, ડેરી ડિરેક્ટર સંગ્રામભાઈ રાઠવા તેમજ કોંગ્રેસના અગ્રણી એવા લલિતભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજરભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું હતું.