કાંકરેજના માંડલા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ થરા પોલીસે ઉકેલ્યો છે. અંબાજી મંદિરમાંથી બે દિવસ અગાઉ રોકડ, દાગીના, મૂર્તિઓની ચોરી થઈ હતી. થરા પોલીસે ચોરી કરનાર ત્રણ શખ્સઓને ઝડપી લીધા હતા અને આગળની તપાસ હાથ ધરી છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના માંડલ ગામમાં આવેલ અંબાજી માતાના મંદિરમાં બે દિવસ અગાઉ કેટલાક તસ્કરોએ મૂર્તિ સહિત દાગીનાઓની ચોરી કરી હતી. જે બાદ થરા પોલીસને જાણ થતા થરા પોલીસ એ અનડિટેક ગુનો શોધવા પોકેટકોપ મોબાઇલ તેમજ ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરતા ચોરી કરનાર ત્રણ જેટલાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. સિધ્ધરાજસિંહ ચુડાજી ઠાકોર, વિપુલજી બાબુજી ઠાકોર અને નરેશજી રામાજી ઠાકોર આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

(1) ચાંદીની અંબે માતાજીની મુર્તી

(2) ચાંદીનો સિહ

(3) પંચધાતુની અંબે માતાજીની મુર્તી

(4) રોકડ રકમ રૂ.27,510

(5) લોક તોડવાની લોખંડનો ગણેશીયો

(6) મોટર સાયકલ નંગ-2