નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ગ્રામ વિકાસ મંડળ સંચાલીત કુમારી ટી. ડી. વેલાણી કન્યા હાઈસ્કુલ મધ્યે e-FIR અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
પશ્ચિમ કચ્છ પોલીસ ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્રારા તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ ઈ-એફ.આઈ.આર. એપ્લીકેશન લોન્ચ કરવામાં આવેલ જે અનુસંધાને મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ-ભુજનાઓના તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી નખત્રાણા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ
આજરોજ નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા ગ્રામ વિકાસ મંડળ સંચાલીત કુમારી ટી. ડી. વેલાણી કન્યા હાઈસ્કુલ મધ્યે e-FIR અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી બી.એમ. ચૌધરીએ મોબાઈલ તથા વાહન ચોરીના બનાવો અંગે e-FIR કેવી રીતે નોધાવી શકાય ? તેમજ તેના ફાયદાઓ બાબતે તેમજ e-FIRથી જાહેર જનતાનો સમય તથા નાણાનો કેવી રીતે બચાવ થાય તેમજ e-FIR દાખલ કરાવવાની તેમજ તે બાબતે તપાસ અંગેની સંપુર્ણ માહિતીથી અવગત કરવામાં આવ્યા હતા, આ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા પંચાયતના સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યો તેમજ નખત્રાણા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સદસ્યો તેમજ નખત્રાણા વેપારી મંડળના આગેવાનો તથા નખત્રાણા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો તથા રાજકીય તેમજ સામાજીક હોદ્દેદારો તથા નખત્રાણા તાલુકાના વરીષ્ઠ નાગરીકો તેમજ પત્રકાર મિત્રો તથા કુમારી ટી.ડી. વેલાણી કન્યા હાઈસ્કુલ નખત્રાણા તથા કે.વી. હાઈસ્કુલ નખત્રાણા તથા જી.એમ.ડી.સી. કોલેજ નખત્રાણાના શિક્ષકો તેમજ વિધાર્થીઓ તથા વિધાર્થીનીઓ મળી આશરે ૪૦૦ જેટલી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહેલ હતા.