ગરુડેશ્વર તાલુકાના એક ગામની પીડિત મહિલાની મદદે પહોંચી સુખ:દ સમાધાન કરાવતી અભયમ ટીમ નર્મદા

ગરુડેશ્વર તાલુકાના એક ગામની પરીણિત મહિલાને તેનો પતિ વહેમ રાખી હેરાનગતિ કરી બાળકીને લઈ જતા રહેતા મહિલાએ અભયમ ટીમ નર્મદાને ફોન કરી મદદની ગુહાર લગાવતા અભયમ ટીમ નર્મદા ઘટના સ્થળ પર પહોંચી બંને પક્ષ વચ્ચે અસરકારક કાઉન્સિલિંગ કરી પારિવારિક ઝઘડા નું સુખ:દ સમાધાન કરાવવામાં સફળતા મેળવી છે

પ્રાપ્ત વિગત અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક ગામની પીડિત મહિલાએ અભયમ ટીમ નર્મદાને ફોન કરી મદદની ગુહાર લગાવતા અભયમ ટીમ નર્મદા તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને મહિલા સાથે વાત કરતા મહિલાએ જણાવ્યું કે મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા છે અને બે વર્ષની એક બાળકી છે હું આંગણવાડી કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું અને નર્મદા ઘાટ પર નોકરી કરું છું જેથી સાંજના સમયે મારે આરતી કરવા માટે જવું પડે છે મારા પતિ સરકારી નોકરી કરે છે અને અવાર નવાર ઝઘડો કરી તારા અફેર ચાલે છે તેમ કહી અપ શબ્દો બોલી ખોટા આરોપ લગાવે છે અને માનસિક ત્રાસ આપતા હું છેલ્લા અઢી મહિનાથી મારા પિયરમાં રહું છું અને આજ રોજ મારા પતિ મને રસ્તે મળ્યા હતા અને બાળકીને રમાડતા હતા અને બાળકીને અચાનક ગાડી ઉપર બેસાડીને ઝઘડો કરીને જતા રહેલ અને બાળકીને આપવાની ના પાડે છે અભયમ ટિમ નર્મદાએ કાઉન્સિલર કરી મહિલાની વાત સાંભળ્યા બાદ મહિલા ને તેના પતિના ઘરે લઈ જઈ બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉન્સિલિંગ કરી મહિલાના પતિ તથા સાસરી પક્ષને શાંતિપૂર્ણ સમજણ આપી કાયદાકીય માહિતી આપી હતી અને હવે પછી એવું થશે તો કાયદેસરની કાર્યવાહી કરવા માં આવશે તેવી સમજણ આપતા મહિલાના પતિને તેની ભૂલો સમજાતા હવે પછી ખોટા વહેમ નહીં રાખી હેરાન ગતી નહીં કરે તેમ જણાવી બાળકી તેની માતાને આપી હતી અને મહિલા ને સાસરી પક્ષમાં રહેવા માટે સોપી બંને પક્ષો સારી રીતે રહેશે તેવી બાહેધરી આપતા પારિવારિક ઝઘડાનું સુખ:દ સમાધાન કરાવવામાં અભયમ ટીમ નર્મદા ને સફળતા મળી હતી