સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકશાન વળતરની માંગ સાથે કિસાન સંગઠન આપના આગેવાન ખેતીવાડી કચેરીએ રજૂઆત કરી હતી.જ્યાં મૃતપ્રાય પાકની નનામી કાઢી પોકમુકીખેડૂતોને વળતર અપાવવા માંગ કરી હતી.સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી માવઠાથી પાકને નુકશાન થયુ છે.આથી પાકની નુકશાની વળતર આપવા માંગ સાથે કિસાન સંગઠન આપ પ્રમુખ રાજુભાઇ કરપડાની આગેવાનીમાં ખેડૂતો જિલ્લા પંચાયત પહોંચ્યા હતા.જ્યાં કચેરી બહાર કમોસમી વરસાદથી પાક નુકસાન મુદ્દે મૃતપાય થઈ ગયેલા પાકની નનામી કાઢી ખેડૂતોએ પોક મૂકી હતી.અને અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યુ કે ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખરીફપાકમાં ખેડૂતને નુકશાન થયુ છે.હાલ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાનથી પડ્યા પર પાટુ જેવી સ્થિતી થઇ અને રવિ અને રોકડીયા પાકનો મોઢે આવેલો કોળીયો છીનવાઇ ગયો છે.આથી તાત્કાલીક સર્વે કરાવી વળતર ચુકવાય અને એકવર્ષ માટે પાક ધિરાણ લોન રકમનુ વ્યાજ માફ કરી ઓટો રીન્યુ કરવામાંગ કરી હતી.