ફતેપુરા નગરના તમામ ધર્મના લોકોએ નગરમાં મૌન કેન્ડલ માર્ચ યોજીને 2 મિનિટનું મૌન પાળીને મીણબત્તીઓ પ્રગટાવીને મોરબી પુલ હોનારતમાં મોતને ભેટેલા તમામ મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ફતેપુરા નગરમાં કેન્ડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતે બે મિનિટ મૌન પાળી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
ફતેપુરા નગરના તમામ ધર્મના લોકો દ્વારા મોરબી દુર્ઘટના ના દિવંગત આત્માઓને કેન્ડલમાર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

