રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા મા દુર્ગાના આરાધના પર્વ પર ૩૦ સપ્ટેમ્બરના રોજ ચામુંડા માતાજી મંદિર, તળેટી પાર્કીંગ પ્લોટ ખાતે નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૨ ની ઉજવણી કરવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. જાણીતા સુપ્રસિધ્ધ લોક ગાયિકા દેવાંગી પટેલ અને તેમની ટીમ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી પ્રથમ વાર જ યોજાયેલ આ શક્તિ પર્વ-૨૦૨૨ના કાર્યક્રમને લોકોએ ખૂબજ ઉત્સાહ પૂર્વક માણ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો દ્વારા આરતી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ મકવાણા, મહંતશ્રી ચોટીલા ડુંગર ટ્રસ્ટ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આર.એમ રાયજાદા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ પટેલ, ચોટીલા પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલચર, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ભરતસિંહ ગોહીલ સહિતના મહાનુભાવો તથા ખેલૈયાઓ ઉપસ્થિત રહ્યા હતા.