તારાપુર તાલુકાના વરસડા ગામે રિક્ષા લઇને અહિયાંથી જવું નહીં તેમ કહી ચાલકને ગમેતેમ ગાળો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા તારાપુર પોલીસ મથકે ફરિયાદી રિક્ષા ચાલકે ચાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે 

તારાપુરના વરસડા ગામે રહેતા જગદીશભાઇ રમેશભાઇ પરમાર કોળી પટેલ તથા તેઓના ભાઇ યોગેન્દ્રભાઇ નાઓ ગત તા. 19-10-2022ના રોજ સવારે 9-30 કલાકે રિક્ષા લઇને ગામની ભાગોળથી વરસડા પાટીયું થી ઢાબા હોટલ તરફ જતા હતા તે સમયે રાજેશભાઇ છગનભાઇ વણકર નાઓ રિક્ષા પાસે આવીને કહેવા લાગેલ કે તારે આ રસ્તા પરથી જવું નહીં આજેતો નિકળ્યો છે પણ ફરી આ રસ્તે નિકળ્યો છે તો જીવતો નહીં રહેવા દઉ તેમ કહી ગમેતેમ બોલવા લાગેલ તેસમયે તેનું ઉપરાણું લઈને તેના કાકા વાલાભાઇ, જીવણભાઇ વાલાભાઇ વણકર, તથા પસાભાઇ વાલાભાઇ વણકર ના ઓ આવી ચઢતા ફરિયાદી જગદીશભાઇ તથા યોગેન્દ્ર ભાઇને ગમેતેમ બોલી જીવણભાઇ એ હાથમાં રહેલ દંડો મારી તેમજ ગાલમાં લાફા મારવા લાગેલ જેથી જગદીશભાઇ ના કાકાએ આવી વધું માલમાંથી છોડાવેલ ત્યારબાદ ચારે જણા જતાં જતાં કહેવા લાગેલ કે આજેતો તમો બચી ગયા છો ફરીથી આ રસ્તે નિકળ્યા છો તો જીવતા નહીં રહેવા દઈએ તેવી ફરિયાદી જગદીશભાઇ ને ધમકી આપતા તા.2 11 2022ના રોજ જગદીશભાઇ એ તારાપુર પોલીસ મથકે આવી ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે