સુરતના પશ્ચિમ વિસ્તારમાં રાંદેરમાં ફલેટમાંથી 1. 30 લાખના એમડી ડ્રગ્સ ઝડપાયો હતો.

રાંદેરમાં ફલેટમાંથી 1. 30 લાખના એમડી ડ્રગ્સ સાથે 4 ડ્રગ્સ પેડલર ઝડપાઈ સુરત ક્રાઇમબ્રાંચે મંગળવારે સ્ટાફ સાથે રાંદેર મયુર ફલેટસમાં ત્રીજા માળે મોહંમદ જુનેદના ફલેટમાં રેડ કરી હતી. દરમિયાન ફલેટમાં રહેતા મોહંમદ જુનેદ ઉર્ફે સાહીલ અલ્તાફ હુસેન કડીયા અને તેના મિત્રોમાં પ્રથમેશ પાલવ(રહે, સચિન), બેગ મોહંમદ ઈરફાન ઉર્ફે કાલુ અહેમદ બેગ(રહે, સૈયદપુરા) અને ઉમર શેખ(રહે, સિંધીવાડ)ની તપાસ કરતા ખિસ્સામાંથી એમડી ડ્રગ્સની પડીકી મળી હતી.

ડીસીબીએ રૂ. 1. 30 લાખનું 1. 30 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી લીધું હતુ. તેમજ 1. 57 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ એમડી ડ્રગ્સ ઉમર હસન શેખને તેનો મિત્ર ઉમર અલથાણની એક હોટેલ પાસે આપી જતો હતો. જયારે બેગ મોહંમદ ઈરફાને ડ્રગ્સનો માલ ઉધનામાં કારના શોરૂમ પાસે એક ઈસમ આપી જતો હતો. જયારે આઝમ માંકડા અને ગૌતમ મિશ્રાને ડ્રગ્સ ન મળતા જવા દેવાયા હતા. વધુમાં પ્રથમેશ પાલવ ડ્રગ્સ એડીટ છે. મોહંમદ જુનેદ પાલવને ડ્રગ્સ ગ્રાહકોને આપવા મોકલતો હતો અને તેના બદલામાં તેને ડ્રગ્સ પીવા માટે આપતો હતો.