ડીસાના નવા બસ સ્ટેશનમાંથી ચોરી કરતા બે શખ્સોને લોકોએ ઝડપી પાડ્યા હોવાની ઘટના સામે આવી છે. જ્યારે બે શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. લોકોએ બંને શખ્સોને પકડી પોલીસને સોંપ્યા હતા. તેઓની પાસેથી ત્રણ મોબાઈલ અને રૂપિયા 4000 રોકડા મળી આવ્યા હતા.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
નવરાત્રી દિવાળીના તહેવારોને લઈ ડીસા બસ સ્ટેશનમાં લોકોની ચાલ પહલ વધી રહી છે. ત્યારે ભીડનો લાભ લઈ તસ્કરી કરતા તત્વો પણ મેદાનમાં આવી ગયા છે. છેલ્લા કેટલાય સમયથી ડીસા બસ સ્ટેશનમાંથી લોકોના માલ સામાન મોબાઇલ પર્સ ચોરી થવાની ઘટનાઓ વધી રહી છે.
આજે બસ સ્ટેશનમાં લોકોના સામાન અને મોબાઈલની ચોરી કરતા ચાર શખ્સો ઝડપાઈ ગયા હતા. જોકે લોકો સાથે ઝપાઝપી કરી બે શખ્સો નાસી છૂટ્યા હતા. જ્યારે વિશાલ રામલાલ આદિવાસી (રહે.ડુંગરપુર,રાજસ્થાન) અને પ્રહલાદ બાલુરામ પટેલ (રહે.જયપુર,રાજસ્થાન) નામના બંને શખ્સોને ઝડપી લોકોએ મેથીપાક ચખાડ્યા બાદ પોલીસને સોંપ્યા હતા.
પોલીસે ઝડપાયેલા પાસેથી રૂપિયા 4000 રોકડા તેમજ ત્રણ મોબાઇલ જપ્ત કર્યા હતા. ચારેય તસ્કરો ડીસાથી ભડથ રોડ પર કન્ટ્રક્શનની સાઈટમાં ચાઇના મોઝેક ટાઇલ્સ લગાવવાનું કામ કરે છે. હાલમાં તહેવારોને લઈ બસ સ્ટેશનમાં જામતી ભીડનો લાભ લઈ ચોરી કરતા હતા. પોલીસે નાસી છૂટેલા બંન્ને તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરી છે.