મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને ચુડા કોંગ્રેસ પાર્ટી દ્વારા હૃદય પૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મોરબીનો ઝુલતો ફૂલ ધરાશાયી થતાં સેકન્ડોની અંદર 190 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

સમગ્ર ગોઝારી ઘટનાને લઈને રાજ્યભરમાં શોક મનાવવામાં આવ્યો છે.

આ ઝુલતા પૂલની દુર્ઘટનાને લઈને રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, અને અન્ય સેવાભાવી સંસ્થાઓ સહિત લોકો મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે. 
ત્યારે ચુડા કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્ડલ માર્ચ યોજી મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં લોકોને શ્રદ્ધાંજલિ આપવા તથા સદગતોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ તકે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને અને નિર્દોષ લોકો તેનો ભોગ ન બને તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી.

આ તકે ચુડા તાલુકા કોંગ્રેસ પાર્ટીનાં કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.