ગોધરાના ભલાણીયા ગામના માતાજીના ભક્ત તરીકે ગોપાલ પટેલે સોશિયલ મિડીયાના માધ્યમથી...

પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રાને પાવાગઢ સ્થિત મહાકાલી માતાજીના પવિત્ર મંદિર પરિસરમાં પગરખાંઓ પહેરવા બદલ માતાજીની માફી માંગે એવો અનુરોધ કર્યો.!!

ગોધરા તા.

પાવાગઢ સ્થિત શક્તિપીઠ એવા સર્વ શક્તિશાળી મહાકાલી માતાજીના આસો નવરાત્રિના દશેરાના આધ્યાત્મિક દિને પરિવારના સદસ્યો સાથે દર્શનાર્થે ગયેલા પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા મંદિર પરિસરમાં બુટ ચંપલો પહેરીને ઉભા રહ્યા હોવાનો વિડિયો ગોધરા તાલુકાના ભલાણીયા ગામના સામાજીક કાર્યકર અને ધારાશાસ્ત્રી ગોપાલ પટેલે સોશિયલ મીડિયા પર મૂકીને મંદિર પરિષદના પવિત્ર યાત્રાધામમાં પગરખાંઓ પહેરીને ફરવા બદલ પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા મહાકાળી માતાજીની ભક્તિભાવ પૂર્વક ક્ષમા માગે એવી લાગણીઓ વ્યક્ત કરતો સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહાકાળી માતાજીના લાખો શ્રદ્ધાળુઓ તો ઠીક છે પરંતુ પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્રમાં પણ ભારે સન્નાટાની આંતરિક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હોવાનો માહૌલ સર્જાયો છે એટલા માટે કે ભલાણીયા ગામના સામાજીક કાર્યકર અને ધારાશાસ્ત્રી ગોપાલ પટેલે પંચમહાલ કલેકટરને આજરોજ ઈમેલ અને લેખિત નમ્ર અરજમાં પવિત્ર યાત્રાધામ મહાકાલી માતાજીના મંદિર પરિસરમાં પગરખાંઓ પહેરવા બદલ પુનઃ માતાજીની માફી માંગવાના અનુરોધ કરતા મોકલેલા સંદેશમાં વિડિયો પણ મોકલ્યો છે. આસો નવરાત્રિના આધ્યાત્મિક પર્વના દશેરાના દિને પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા પરિવારના સદસ્યો સાથે શક્તિપીઠ એવા પાવાગઢ મહાકાલી માતાજીના દર્શનાર્થે ગયા હતા ત્યારે મંદિર પરિસર બહાર પગરખાંઓ ઉતારવાના બદલે પગરખાંઓ સાથે પવિત્ર એવા મંદિર પરિસરમાં ઉભા હતા અને તેઓના આગમનની સલામતીઓમાં સુરક્ષાકર્મીઓ પણ પગરખાંઓ પહેરીને સ્ટેન્ડ બાય હાજર હોવાનો વિડિયો મહાકાળી માતાજીના ભક્ત ગોપાલ પટેલે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા બાદ પંચમહાલ કલેક્ટર સુજલ મયાત્રા પવિત્ર યાત્રાધામ માતાજી મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં પગરખાંઓ પહેરીને ફરવા બદલ માતાજીની અંતરથી શ્રદ્ધાપૂર્વક માફી માંગેની માંગણી સાથેનો વિડીયો ગોધરાના ભલાણીયા ગામના સામાજીક અગ્રણી ગોપાલ પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મુકતા ભારે સન્નાટાની ચર્ચાઓનો માહૌલ સર્જાયો છે.