આજરોજ પાલનપુર મુકામે આવેલ સ્વામી લીલાશાહ મહારાજ ની કુટીયા ખાતે સંત સ્વામી લીલાશાહ મહારાજની 49 મી પૂર્ણતિથી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વામી લીલાશાહ મહારાજના ભક્તોએ ખૂબ જ ભાવપૂર્ણ ભાગ ભજવ્યો જેમાં સવારે આરતી પછી રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું જે શોભાયાત્રા, પાલનપુરના મુખ્ય માર્ગો. ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નુ શિમલા ગેટ પવન ફૂટવેર પાસે જીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમોસાનું પ્રસાદ આપવામાં આવી છે પર ફરી સ્વામી લીલાશાહ મંદિર ખાતે પરત ફરેલ અને ત્યાર બાદ ભોજન પ્રસાદનું બધા જ સાંઈ ના પ્રેમીઓએ લાભ લીધો આ કાર્યક્રમનું આયોજન સ્વામી લીલાશાહ મિશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું