તળાજા પંથકમાં ગ્રામ્ય વિસ્તારોના માર્ગોની બંને બાજુ ગાંડા બાવળના બેફામ ઉપદ્રવથી વાહન અકસ્માતની શકયતા વધી રહી હોવા છતા સ્થાનિક સંબંધિત સત્તાધીશો જાણે કે, કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય આ ગંભીર સમસ્યા લાંબા સમયથી જૈસે થે હાલતમાં રહી જવા પામેલ છે.

  તળાજા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને સાંકળતા મોટા ભાગના માર્ગોની બંને બાજુ ગાંડા બાવળના ઉપદ્રવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. જેના કારણે વાહન વ્યવહારથી સતત ધમધમતા આ અત્યંત મહત્વના માર્ગો છાસવારે અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ માર્ગ પરથી નિકળ્યા બાદ અજાણ્યા વાહનચાલકો તો ચોકકસપણે અહિંથી બીજી વખત નિકળવામાં ભલીવાર સમજતા નથી.અહિથી નિકળવાનું થાય તો આસપાસના ગામોના બાયપાસ પરથી નિકળી જવુ સારૂ તેમ તેઓ ચોકકસપણે માનતા હોય છે. ગત ચોમાસા બાદ મોટા ભાગના ગામોના માર્ગોની હાલત વધુ ને વધુ ખખડધજ થઈ રહી છે. તેમાં ય તળાજા તાલુકાના બેલાગામ થી ચુડી, પર તો બાવળોના ઝુંડ સૌ કોઈને ત્રાસદાયક અને શિરદર્દ સમાન બની ગયા છે. આ ગામડાઓના ખખડધજ માર્ગો પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે જયાં સ્થાનિક વહિવટીતંત્ર દ્વારા થાગડ થીગડ મારીને સંતોષ માનવામાં આવી રહ્યો છે.અગાઉ સ્થાનિક તંત્રવાહકો દ્વારા રોડ પરના ગાંડા બાવળના કટીંગ માટે નિયત સમયે કામગીરી કરવામાં આવતી હતી જયારે છેલ્લા બે વર્ષથી બાવળના કટીંગની કામગીરીમાં રૂકાવટ આવી ગઈ હોય આ રોડ બનવાની શરૂઆત 2017/18 માં થઈ હતી જે 2022 માં રોડ ધોવાઈ ગયો છે અને ખૂબ જ ખરાબ હાલતમાં છે જ્યાં અકસ્માત નોતરે તેવી સંભાવના, તેમજ રોડ પરના બંને બાજુ ગાંડા બાવળાનું એવું ઝુંડ જામ્યું જેનાથી રોડ વામનો બનાવી દિધો છે જેનાથી દિન પ્રતિદિન ભારે અકસ્માતો સર્જાય છે તેવુ સ્થાનિક ગ્રામજનોએ આક્રોશભેર જણાવ્યુ હતુ.