કલોલ બારોટ વાસમાં રહેતા ધ્રુવ નિમેષ બ્રહ્મભટ્ટ ઘરેથી જમીને ચાલવા નીકળ્યા હતાં. તે સમય દરમિયાન અજાણ્યા ઈસમો ટોળકી બનાવી બદ ઇરાદે પ્રાણ ઘાતક હથિયાર ધારણ કરી ધોકા તેમજ ધાર્યા વડે ધ્રુવ પર ફરી વળ્યાં હતાં. ઘાતક હુમલા કરી યુવકને ફ્રેક્ચર કરી તેમજ ગડદાપાંટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતાં. જે ઘટનાની ફરીયાદ નોંધાવાઈ હતી.
કલોલ બારોટ વાસમાં રહેતાં ધ્રુવ નિમેશ બ્રહ્મભટ્ટ ગઈકાલે મંગળવાર રાત્રિના સાડા નવ વાગ્યાની આસપાસ તેમના મિત્ર બની ભાવેશ બારોટ સાથે જમ્યા પછી ચાલવા માટે નીકળેલા હતાં. આ સમય દરમિયાન રાત્રિના દસેક વાગ્યાની આસપાસ સરદાર બાગના મુખ્ય દરવાજાની બાજુના આવેલા બાંકડા ઉપર બંને મિત્રો બેઠા હતા અને વાતચીત કરતાં હતા. અચાનક જ અજાણ્યા પાંચેક ઈસમો ધ્રુવ બ્રહ્મભટ્ટ તેમજ ભાવેશ બારોટ ઉપર ધસી આવ્યા અને માર મારવા લાગ્યા હતાં. આવેલા ઇસમો જોડે ધારિયું તેમજ લાકડાના ધોકાનો ધ્રુવ નિમેષ બ્રહ્મભટ્ટ તેમજ તેના મિત્ર બોનીને માર વાગતાં તેઓ બાંકડા ઉપરથી નીચે પડી ગયા હતા. જેમાંથી એક ઈસમે ધ્રુવ નિમેષ બ્રહ્મભટ્ટના માથાના ભાગે ધાર્યું મારવા જતાં પોતાના સ્વ બચાવ માટે હાથ આડો કરી દેતાં તેને ડાબા હાથના ભાગે ઇજાઓ થઈ હતી.
બીજા ઈસમોએ ધોકા વડે તેમજ ગડદાપાટુંનો માર મારતાં ધ્રુવ નિમેષ બ્રહ્મભટ્ટને ડાબા હાથના અંગૂઠાના ભાગે ઇજાઓ થઈ હતી. તેમજ પગના ભાગે પણ ઇજાઓ થઈ હતી. મિત્ર ભાવેશ બારોટને પણ જમણા હાથે તથા જમણા પગે બેઠા મારની ઇજાઓ થઈ હતી. જેથી બંને જણા બૂમાબૂમ કરતાં આજુબાજુથી માણસો ભેગા થઈ ગયા હતા અને વધુ માર મારવાથી બંને જણાને બચાવી લેવામાં આવ્યાં હતાં. ભેગા થયેલા ટોળામાંથી ધ્રુવ નિમેષ બ્રહ્મભટ્ટના ઓળખીતા વિરાટ કૌશિક બ્રહ્મભટ્ટ તેઓને પોતાની ગાડીમાં કલોલની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા.
હોસ્પિટલમાં ડૉક્ટરે ચેક કરતાં ધ્રુવ નિમેશ બ્રહ્મભટ્ટના ડાબા હાથના અંગૂઠાએ ફ્રેક્ચર થયેલાનું જણાવા મળેલું તેમજ બાવડાના ભાગે બે ટાંકા લીધેલા અને ડાબા પગે પણ ઈજાઓ થઈ હતી અને ત્યાં પણ ચાર ટાંકા લીધેલા હતા. મિત્ર ભાવેશ બારોટને પ્રાથમિક સારવાર કરી રજા આપી દીધી હતી. જેથી અજાણે પાંચ ઈસમો જેઓ ટોળકી બનાવીને આવ્યા હતાં અને ધ્રુવ નિમેશ બ્રહ્મભટ્ટને ધારિયું મારી તેમજ પગના ભાગે ફ્રેક્ચર કરી તેમજ શરીરે નાની મોટી ઇજાઓ કરી મારી નાખવાની ધમકી આપી હતી તેની ફરિયાદ કલોલ પોલીસ સ્ટેશનમાં ભાવેશ બારોટે નોંધાવી હતી.