આજરોજ ઝાલોદ ખાતે આમ આદમી પાર્ટીના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે રોડ શો કરવા આવ્યા હતા.બપોરના 3.30 કલાકે બસ સ્ટેશન સરદાર ચોક ખાતે આવીને ઉપસ્થિત ટેકેદારો ને સંબોધન કરી સીધાંજ આગળ જતાં રહ્યાં હતાં.પણ બાજુમાં સરદાર પટેલ ની પ્રતિમા ને ફુલહાર કરવાની તસ્દી પણ લીધી ન હતી જેથી સ્થાનિક યુવાઓમાં આક્રોશ જોવા મળતા યુવાનો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરીને જય સરદાર જય ગુજરાતના નારા લગાવાયા હતા. ઉપસ્થિત લોકોમાં પણ સરદારનું અપમાન થયાંની ચર્ચાઓએ જોર પકડયું હતું.