મહેસાણા : મહેસાણા શહેરમાં ચોમાસા દરમ્યાન વરસાદમાં ધોવાણ થયેલા 5 રસ્તાના રિસરફેસ પાછળ રૂ. એક કરોડ ખર્ચાયા પછી બાકી રહેતાં રસ્તાના નવીનીકરણ માટે નગરપાલિકા દ્વારા વધુ ગ્રાન્ટની કરાયેલ માંગણી સરકારના જીયુડીએમ વિભાગમાં મંજૂર કરાઇ છે અને નગરપાલિકાને રૂ. એક કરોડની વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવતા 8 રસ્તાના રિસરફેસિંગ માટેની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

મહેસાણા નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેને જણાવ્યું કે, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ચોમાસામાં રસ્તા રિસરફેસિંગ માટે વધુ રૂ. એક કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા આ ગ્રાન્ટ નગરપાલિકાને ફાળવવામાં આવી હોઇ હવે પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં તાંત્રિક અને વહીવીટ મંજૂરી મેળવીને 8 જેટલા રસ્તાનું રિસરફેસિંગ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરમાં દિવાળી પહેલા રૂ. એક કરોડના ખર્ચે પાંચ રસ્તાનું રિસરફેસિંગ તેમજ ખાડાખૈયાવાળા રસ્તાઓમાં પેકવર્ક શરૂ કરાયું હતું.

અ વર્ગની મહેસાણા પાલિકા દ્વારા ચોમાસામાં તૂટેલા રસ્તા પૈકી બાકી રહેતા રસ્તાઓના રિસરફેસિંગ માટે સરકારમાં વધુ ગ્રાન્ટ દરખાસ્ત કરાઇ હતી. જેની મંજૂરી મળતા રોડ નવીનીકરણ માટેની કવાયત શરૂ કરાઇ છે. જેમાં સૈધ્ધાતિક મંજૂરી મળી હોઇ 5 કિલોમીટર અંતરમાં આવતાં 8 ખખડજધ રસ્તાઓ રિસરફેસિંગથી નવીનીકરણ કરવામાં આવશે.

આ રસ્તા રિસરફેસ કરાશે
પરા વિસ્તાર
પિલાજીગંજ
બી.કે સિનેમાથી સારદા સોસાયટી
મહાશક્તિ ગ્રાન્ડથી એરોડ્રામ
ઋુતુરાજ ફ્લેટથી ધારા વિદ્યાલય
વાળીનાથ ચોકથી પ્રાથમિક શાળા
વિકાસનગરથી પુનિતનગર