સાવરકુંડલા ના લુવારા ગામ ની સીમમા જાહેર મા જુગાર રમતા ૪ ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહીત્ય સહીત કુલ કિં.રૂ ૧,૭૪,૪૭૦- ના મુદામાલ સાથે પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ મહાનિરીક્ષક શ્રી ભાવનગર વિભાગ નાઓને ભાવનગર રેન્જના જિલ્લા ઓમાં દારૂ જુગારની બદી દૂર કરવા પ્રોહી જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાંઇવ નું આયોજન કરેલ હોય. તથા શ્રીહિમકરસિંહ સાહેબ પોલીસ અધિક શ્રી , અમરેલી તથા શ્રી કે જે ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા તથા શ્રી કે.સી.રાઠવા સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર,ધારી. સહીત નાઓએ રેન્જ / ડિસ્ટ્રીક્ટ / ડીવીઝનલ મા ડ્રાઇવ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઈડો કરવા સુચના આપેલ હોય. જે અન્વયે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.વિસ્તારમાં તા.૦૩/૦૮/૨૦૨૨ ના રાત્રીના પો.સબ.ઇન્સ વાય.પી.ગોહીલ નાઓની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમને બાતમીરાહે હકીકત મળેલ કે! સાવરકુંડલા રૂરલ પો.સ્ટે વિસ્તારમાં આવેલ લુવારા ગામની સીમમા દેવકુભાઇ કાળુભાઇ બોરીચાની વાડી પાસે ખુલા નેરામા હાથબત્તીના અંજવાળે અમુક ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમે છે. તેવી ચોકકસ બાતમી આધારે સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જાહેર જુગાર રમતા કુલ ૮ ઇસમોને રોકડ રકમ સહીત અને જૂગારના સાહીત્ય સાથે જુગાર રમતા તેમાંથી ૪ ઇસમો સ્થળ ઉપર પકડાય ગયેલ જે પકડાયેલ ઇસમો સામે ધોરણસર કાર્યવાહી સાવરકુંડલા રૂરલ પોસ્ટ ભાગ-બી ગુ.ર.ન. ૧૧૧૩૦૫૩૨૨૦૪૪૫ ૨૦૨૨ જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુન્હો રજી કરી ધોરણસર કાર્યવાહી કરેલ ||| પકડાયેલ આરોપીઓ (૧) હરેશભાઇ સાંમતભાઇ ડાંગર ઉ.વ.૩૭ ધંધો.ડ્રાઇવીંગ, રહે. સાવરકુંડલા વિધુતનગર તા.સાવરકુંડલા, જી.અમરેલી,(૨)ઉમેશભાઇ વાસુરભાઇ વાળા ઉ.વ.૫૦,ધંધો.ખેતી, રહે.લુવારા, તા.સાવરકુંડલા,જી.અમરેલી.(૩) અશ્વીનભાઇ ગોકુળભાઇ કથીરીયા ઉ.વ. ૪૮,ધંધો.ખેતી,રહે.સાવરકુંડલા, શીવાજીનગર, તા.સાવરકુંડલા, જી.અમરેલી, (૪) કલ્પેશભાઇ નાનજીભાઇ ડોબરીયા ઉ.વ.૩૨, રહે.સાવરકુંડલા, વજલપરા,તા. સાવરકુંડલા,જી.અમરેલી, નાસી ગયેલ આરોપીઓ (૫) પ્રતાપભાઇ શેલારભાઇ માંજરીયા રહે.લુવારા,તા.સાવરકુંડલા, જી.અમરેલી,(૬) હનુભાઇ કેશુભાઇ ચાંદુ રહે.લુવારા,તા.સાવરકુંડલા, જી.અમરેલી, (૭) જયરાજભાઈ વિંછીયા રહે.સાવરકુંડલા, તા.સાવરકુંડલા,જી. અમરેલી, (૮) ભીખાભાઇ સગર રહે.સાવરકુંડલા, હાથસણીરૉડ,તા. સાવરકુંડલા,જી.અમરેલી, પકડાયેલ મુદામાલ રોકડ : ૧૪૩૭૦/-તથા ગંજીપતાના પાના નંગ_પર કિ.રૂ.૦૦/- તથા મો.સા.નંગ ૭ કિ.રૂ.૧.૬૦,૦૦૦/- તથા પટમા પાથરેલ ગોદડુ કિ.૦૦/૦૦ તથા ચાર્જીંગ હાથબતી નંગ-૨ કિ.૧૦૦મળી કુલ રૂ .૧૭૪,૪૭૦/- નો મુદામાલ રીપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.