મોરબીનો ઐતિહાસિક પુલ તૂટી પડતા મોટી દૂર્ઘટના સર્જાઇ છે. ત્યારે આ બનાવને લઇને સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ અને તરવૈયાઓને મોરબી રવાના કરવામાં આવ્યા હોવાનુ વિગતો બહાર આવી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાઇટરની ટીમને પણ સ્ટેન્ડબાય રખાઇ હતી. જોકે, સુરેન્દ્રનગરની મેડિકલ ટીમ પણ રવાના થઇ હતી.મોરબીનો રાજાશાહી સમયનો ઐતિહાસિક ઝુલતો પુલ આવેલો છે. ત્યારે આ પુલ પર ઝુલવા માટે તહેવારોના દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આ દરમિયાન મોડી સાંજે અચાનક ઝુલતો પુલ તૂટી પડતા ગોઝારી ઘટના મોરબીમાં બની હતી. આ ઘટનાના પડઘા મોરબી જિલ્લા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં પડયા હતા.પુલ તુટવાના કારણે પુલ પરથી મોટી સંખ્યામાં નદીમાં પડી ગયાની વિગતો મળી રહી છે. ત્યારે આ બનાવને લઇને ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ તેમજ તરવૈયાઓને મોરબી રવાના કરાયા હતા. આ ઉપરાંત સુરેન્દ્રનગર નગરપાલિકાના ફાયર ફાઇટર સહિતની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. મોરબીની દુર્ઘટનામાં અનેક લોકો નદીમાં ગરકાવ થયા હતા. જેમાંથી કેટલાક લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હજુ પણ કેટલાય લોકો નદીમાં હોવાનું જાણવા મળ્યું છે. જે લોકોને નદીમાંથી બહાર કાઢવા માટે ટીમો રવાના કરાઇ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2024 Maruti Dzire होगी नवंबर 2024 में लॉन्च, मिलेंगे कई सेगमेंट फर्स्ट फीचर्स
देश की प्रमुख वाहन निर्माता कंपनी Maruti Suzuki की ओर से कई बेहतरीन कारों को भारतीय बाजार में ऑफर...
કડીમાં પોલીસનો દરોડો: LCBએ ખેતરમાં જૂગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા, જાણો કોણ કોણ પકડાયું
કડી : કડી તાલુકાના ડરણ ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઈસમોને LCBએ ઝડપીને પોલીસ સ્ટેશનમાં ગુનો...
सेवा क्रांति ट्रस्ट ब्लड हेल्पलाइन रुद्रपुर उत्तराखंड
चीमा हॉस्पिटल में एडमिट मरीज डिंपल जी को B- नेगेटिव ब्लड कि जरूरत पड़ने पर हमारे सतीश भैया ने जो...
মৰাণ নতুন নগৰৰ পৰা নিশা চুৰে লৈ গল বাইক মৰাণ থানাত এজাহাৰ দাখিল ভুক্তভোগীৰ
মৰাণ নতুন নগৰৰ পৰা নিশা চুৰে লৈ গল বাইক মৰাণ থানাত এজাহাৰ দাখিল ভুক্তভোগীৰ
সোণাৰি সমষ্টিৰ উন্নয়নত আশাবাদী বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰ
উন্নয়নৰ ক্ষেত্ৰত চৰাইদেউ জিলাৰ সোণাৰি আৰু মাহমৰা দুয়োটা বিধানসভা সমষ্টিয়েই লাভ কৰিছে 'এ'...