મોરબી નગરપાલિકાએ માર્ચ-2022માં જે

કરારના આધારે ઓરેવા કંપનીને 15 વર્ષ માટે

ઝૂલતો પુલ સોંપી દીધો હતો એની કોપી દિવ્ય

ભાસ્કરે મેળવી લીધી છે. આ કરાર 5 માર્ચ,

2022ના રોજ કરવામાં આવ્યો હતો. આ

કરારની મુખ્ય શરત અનુસાર વર્ષ 2022-23

દરમિયાન 12 વર્ષથી ઉપરના દરેક મુલાકાતી માટે

રૂ. 15 અને નાના છોકરા માટે રૂ. 10 વસૂલવાના

હતા, પરંતુ ઓરેવાએ પુલ ખૂલ્યાના પહેલા

દિવસથી જ મોટી વ્યક્તિના રૂ. 17 અને નાના

છોકરાના રૂ. 12 ઉઘરાવવા માંડ્યા હતા. 2023-24થી ટિકિટમાં વાર્ષિક રૂ. 2નો વધારો

મોરબી નગરપાલિકા સાથે ઓરેવાના એગ્રીમેન્ટ

અનુસાર, પુલનું સમારકામ થઈ જાય એ

પછી એને ખુલ્લો મૂકવાનો હતો. આ પુલ પર

મુલાકાતી પાસેથી માર્ચ-2023 સુધી મોટાના

રૂ.15 અને નાના છોકરાના રૂ. 10ની ટિકિટ

રાખવાની હતી. જ્યારે વર્ષ 2023-24થી દર વર્ષે

ઓરેવાને ટિકિટમાં રૂ. 2નો દરેક વર્ગમાં વધારો

મળવાનો હતો, પરંતુ ઓરેવાએ પુલ ખોલતાંની

સાથે લોકોના આકર્ષણનો બરાબરનો ગેરલાભ

ઉઠાવવા મુલાકાતીઓને ઠગવાનું શરૂ કરી દીધું

હતું. ટિકિટમાં નગરપાલિકાનું નામોનિશાન નહીં

સામાન્ય રીતે કોઈપણ સરકારી મિલકત કોઈ

ખાનગી સંસ્થા કે કંપનીને ચલાવવા માટે અપાય

તો તેના પાસમાં મૂળ માલિકી તો સરકારી

એકમની જ રહે છે, જેમ કે અમદાવાદમાં કોઈ

પાર્કિંગ પ્લોટ કોઈ ખાનગી સંસ્થા કે કંપનીને

ચલાવવા અપાય તો તેની ટિકિટ પર અમદાવાદ

મ્યુનિસિપલ કોર્પોરેશન જ લખાય છે. નેશનલ

હાઈવેના ટોલ પ્લાઝા પર પણ ટોલની કૂપનમાં

મથાળે તો નેશનલ હાઈવે ઓથોરિટી જ લખાય

છે, પરંતુ અહીં તો ઝૂલતા પુલના પાસ પર

મોરબી નગરપાલિકાનું ક્યાંય નામોનિશાન જ

નહોતું. વડીલોપાર્જિત મિલકતની જેમ પુલનું બારોબાર

ઉદઘાટન

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ

ઝાલાએ ગઈકાલે મીડિયાને જણાવ્યું હતું

કે ઓરેવાએ બારોબાર ઝૂલતા પુલનું 26

ઓક્ટોબરે લોકાર્પણ કરી દીધું હતું. આ ઉદઘાટન

સમારોહમાં ક્યાંય નગરપાલિકાના કોઈ સભ્ય

અથવા અધિકારી જોવા મળ્યા નહોતા. ઓરેવા

ગ્રુપના ફેસબુક અને ઈન્સ્ટા પેજ પર નવનિર્મિત

ઝૂલતા પુલના ઉદઘાટનના ફોટો અને વીડિયોમાં

માત્ર ઓરેવાના એમડી જયસુખ પટેલ અને તેમનું

ફેમિલી જ દેખાતું હતું. આમ, આ પુલ જાણે

જયસુખ પટેલની વડીલોપાર્જિત મિલકત હોય એ

રીતે તેમણે બારોબાર ઉદઘાટન કરી દીધું હતું. જયસુખ પટેલ, ઓરેવા ફેમિલી કોઈનાં આંસુ

લૂંછવા ન આવ્યા

જે પુલનું ઓરેવા ગ્રુપે ગર્વભેર રિનોવેશન કરાવ્યું

અને ઉદઘાટન વખતે મોટી-મોટી વાતો કરી એ

પાંચ દિવસમાં જ તૂટી પડ્યો. આ હોનારતમાં

190થી વધુનાં મોત થયા છે. આમ છતાં હજુ

સુધી આ હોનારત માટે જવાબદાર ઓરેવા ગ્રુપના

જયસુખ પટેલ અથવા તેમના પરિવારમાંથી

કોઈએ મૃતકોના પરિવારજનો માટે શ્રદ્ધાંજલિના

બે શબ્દ પણ કહ્યા નથી. આખું મોરબી અત્યારે

જયસુખ પટેલને શોધી રહ્યું છે, પરંતુ તેમનો કોઈ

અતોપતો નથી. જયસુખ પટેલ પરિવાર સાથે ભૂગર્ભમાં જતા

રહ્યા?

મોરબીના ઝૂલતા પુલની હોનારત બાદ પોતાની

પોલ ખૂલી જવાની બીકે ઓરેવા ગ્રુપના એમડી

જયસુખ પટેલ પરિવાર સહિત ભૂગર્ભમાં જતા

રહ્યાની વાત છે. હજી પાંચ દિવસ પહેલાં પોતાના

પરિવારમાં જાણે લગ્ન હોય એ રીતે જયસુખ

પટેલે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં

ઓરેવા ગ્રુપે કેટલો ખર્ચો કર્યો છે અને ક્યાં-ક્યાંથી

મટીરિયલ લીધું છે એવી મોટી-મોટી વાતો કરી

હતી. પરંતુ પાંચ દિવસમાં જ ઓરેવા ગ્રુપની

નબળી કામગીરીની પોલ ખૂલી જતાં જયસુખ

પટેલ અને તેમનો પરિવાર ભૂગર્ભમાં જતો રહ્યો

હોવાનું મનાય છે.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ