જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ દાહોદ જિલ્લા ની વિધાનસભાની ચૂંટણીઓમાં અનેક ઉતાર ચઢાવ પણ જોવા મળી રહ્યા છે જિલ્લાની તમામ વિધાનસભામાં લગભગ ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે ત્યારે આજે સમી સાંજે કોંગ્રેસ દ્વારા દાહોદ વિધાનસભા ના ઉમેદવારની જાહેરાત કરતા દાહોદ જિલ્લા કોંગ્રેસ આલમમાં સ્થાપત્યતા મચી જવા પામી હતી. દાહોદ વિધાનસભાના રાજકારણમાં કોંગ્રેસ માટે મોટો અપસેટ સર્જાયો છે. ગતરોજ દાહોદના ધારાસભ્ય વજુભાઈ પણદા દ્વારા કોંગ્રેસમાં ફોર્મ ભરી દીધુ હતું ત્યારે આજરોજ સમી સાંજના સમયે કોંગ્રેસ પાર્ટી દ્વારા સત્તાવાર રીતે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને ટીકીટ ફાળવી દેવાતાં કોંગ્રેસ આલમ સહિત દાહોદ જિલ્લાના રાજકારણમાં અનેક ચર્ચાઓ સાથે ખાસ કરીને દાહોદની કોંગ્રેસ પાર્ટી અસમંજસમાં મુકાઈ ગઈ છે.
રિપોર્ટ -રાજ કાપડિયા 9879106469
દાહોદના ધારાભ્ય વજુભાઈ પણદા દ્વારા ગતરોજ વાજતે ગાજતે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. વજુભાઈ પણદા દ્વારા ઉમેદવારી નોંધાંવતાં તેઓના સમર્થકો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જાેવા મળ્યો હતો. વાજતે ગાજતે વજુભાઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને તેઓની ઉમેદવારી ફોર્મ ભરતાં મોટી સંખ્યામાં તેઓના સમર્થકો તેમજ કાર્યકરો હાજર રહ્યાં હતાં ત્યારે બીજી તરફ દાહોદ વિધાનસભાની ચુંટણીએ અને ખાસ કરીને કોંગ્રેસના રાજકારણમાં ભુકંપ સર્જે તેવા સમાચાર વહેતા થતાં સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયાં હતાં. કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ વિધાનસભા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિનામાને ટીકીટ ફાળવી દેવાતાં દાહોદ જિલ્લામાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી. એક તરફ સીટીંગ ધારાસભ્યએ ઉમેદવારી ફોર્મ ભર્યું અને બીજી તરફ કોંગ્રેસ દ્વારા હર્ષદ નિનામાની ઉમેદવારી તરીકે જાહેરાત કરતાં મતદારોમાં પણ મુંઝવણમાં મુકાઈ ગયાં છે. હર્ષદ નિનામા અને ભારતીય જનતા પાર્ટીના જાહેર કરવામાં આવેલ ઉમેદવાર કનૈયાલાલ કિશોરી બંન્ને ગાઢ મિત્રો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે ત્યારે આ વખતની ચુંટણીમાં ગાઢ મિત્રતતા રાજકારણમાં કોઈ બાજી મારી જશે તેની ઉપર પણ સૌ કોઈની નજર મીંડરાયેલી છે પરંતુ વજેસિંહ પણદાની ટીકીટ કપાતા કોંગ્રેસ પાર્ટીમાં સ્તબ્ધતા છવાઈ ગઈ હતી.