ડીસા તાલુકાના વાસણા ગોળીયા ગામે સ્નેહમિલન અને શૈક્ષણિક સમારોહ યોજાયો

આજરોજ તારીખ 29 10 2022 ને શનિવારના રોજ વાસણા ગોળીયા શૈક્ષણિક વિકાસ મંડળ ટ્રસ્ટ દ્વારા દિવાળી પર્વ નિમિત્તે ગામના સરકારી તથા ખાનગી કર્મચારીઓ બિઝનેસમેનો તથા ગ્રામજનોનું એક સ્નેહમિલન યોજાયું હતું જેમાં માળી સમાજના દિલેર ભામાશા શ્રીમાન ઇશ્વરભાઇ માળી,એમ પી દાદા,આઈ સી ગેલોત,ભજન સમ્રાટ પ્રકાશભાઈ માળી,શિક્ષણપ્રેમી અનિલભાઈ માળી રાજુભાઈ ટાંક રસિકભાઈ આકોલી મોહનજી વક્તાજી અશોકભાઈ ગણપતિ રેડીમેન્ટ તથા વાસણા ગામના તમામ ગ્રામજનો વડીલો વર્તમાન સરપંચ પૂર્વ સરપંચ વેગેરએ આ કાર્યક્રમને સફળ બનાવવા હાજરી આપી અને શૈક્ષણિક મંડળ દ્વારા સમાજના ભામાશા અને દરેક મહેમાનોનું સરકારી કર્મચારીઓના હાથે,ગામના વડીલોના હાથે સન્માન બહુમાન કરવામાં આવ્યું હતું અને પ્રસંગ અનુરૂપ દરેક મહાનુભાવોએ પોતપોતાનું મંતવ્યો રજૂ કર્યા હતા જેમાં ખરેખર શિક્ષણ શું છે..? અને શિક્ષણની સાથે શું જરૂરી છે..? એની ચર્ચાઓ તથા શિક્ષણ થકી સમાજને, આધ્યાત્મ થકી સમાજને કઈ રીતે આગળ લઈ જવો તે બાબત પર ભાર મૂકાયો હતો

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા