સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નવરંગપુરા ઉપરીયાળા રોડ પરથી વિદેશી દારૂની 364 બોટલો સાથે ડસ્ટર ગાડી ઝડપાઈ હતી. જ્યારે કાર ચાલક ફરાર થવામાં સફળ થયો હતો. પાટડી પોલીસે વિદેશી દારૂની 364 બોટલો અને ડસ્ટર ગાડી મળી કુલ રૂ. 4,31,880નો મુદામાલ ઝબ્બે કરી નાસી છૂટેલા આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જે. સોહાગીયા સહિતના પોલીસ સ્ટાફે પાટડી પોલીસ મથક વિસ્તારમા પેટ્રોલિંગ દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે નવરંગપુરા ઉપરીયાળા રોડ પરથી શંકાસ્પદ હાલતમાં નીકળેલી ડસ્ટર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીને આંતરી હતી. જ્યારે કાર ચાલક કાર મૂકીને ફરાર થઇ જવામાં સફળ થયો હતો.પાટડી પોલીસે આ ગાડીની સઘન તલાશી લેતા કારમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરની વિદેશી દારૂની બોટલો નંગ- 364, કિંમત રૂ. 1,31,880, ડસ્ટર ગાડી કિંમત રૂ. 3,00,000 મળી કુલ३. 4,31,880નો મુદામાલ કરી નાસી છૂટેલા કાર ચાલક અને તપાસમાં નામ ખુલે એની વિરુદ્ધ ગુન્હો દાખલ કરી એમને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાટડી પોલીસના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેક્ટર એન. જે. સોહાગીયા, સાગરભાઈ કલોતારા અને ગોવાભાઈ સાવધરીયા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન. જે. સોહાગીયા ચલાવી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिल्ली-NCR में 10 साल का रिकॉर्ड टूटा, शीतलहर का सबसे लंबा महीना
दिल्ली-एनसीआर का मौसम ठंड के साथ घने कोहरे की मार झेल रहा है. यहां पर स्थिति में सुधार होता नहीं...
"પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ"; મોરબીમાં જીવ જોખમમાં મુકીને જોખમી ચોરી !
મોરબી તાલુકાનાં જુના સાદુળના ગામની સીમમાં પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરવામાં...
Russia Vs West Fight Over G20 Declaration Leaves India In A Fix; 'Blank Para, Dissent...' | Report
Russia Vs West Fight Over G20 Declaration Leaves India In A Fix; 'Blank Para, Dissent...' | Report