પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે ઝાલોદ તાલુકાના આંબા ગામેથી રૂા. ૩.૪૯ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ, બીયરના જથ્થા સાથે ક્રુઝર ગાડી પકડી રૂા. પાંચ લાખની ગાડી મળી કુલ રૂા. ૯ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ગાડીના ચાલક સહિત બે જણાની પોલીસે અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગતરોજ ઝાલોદ પોલીસને મળેલ બાતમીના આધારે આંબા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની પોલીસે તપાસ હાથ ધરતી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ. ૩૨૬૪ કિંમત રૂા. ૩.૪૯ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ગાડીના ચાલક દિલીપભાઈ ઉર્ફે દિલપો સબુરભાઈ બીલવાળ (રહે. ગોટીયા, બીલવાળ ફળિયું, તા.લીમખેડા, જિ.દાહોદ) અને તેની સાથેનો હાથીયાવન ગામનો પલાસ સળીયા પ્રવિણભાઈ રસુલભાઈની અટકાયત કરી પોલીસે ક્રુઝર ફોર વ્હીલર ગાડી મળી કુલ રૂા. ૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીમડી પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ કાપડિયા દાહોદ

9879106469