સુરતમાંથી યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જયાં કાર્યક્રમ દરમિયાન કેટલાક યુવાનો આગનું કરતબ કરતા હોય છે જેમાં આગના કરતબ દરમિયાન યુવાનો દાઝી જવાથી ભારે દોડધામ મચી હતી આગની સાથે રમત કરતા હોય છે તે લોકો માટે આ કિસ્સો બોધપાઠ સમાન છે.

ગણેશચર્તુથીની સમ્રગ દેશમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે લોકો દ્રારા પોતાના ઘર, સોસાયટીમાં ગણપિતને બિરાજવામાં આવી રહ્યા છે .તેમજ ગણેશ આયોજક દ્રારા દબદબાભેર અયોજન કરી રહ્યા છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિ બેસાડવામાં આવી રહ્યા હતા જયાં યુવાનો દ્રારા અલગ અલગ કરતબો કરવામાં આવી રહ્યા હતા એક યુવાન જવલનશીલ પર્દાથ મોઢામાં નાખી આગનું કરતબ કરતો હતો તે દરમિયાન યુવક દાઝી ગયો હતો જયાં એકાએક તેના કપડા પર વાયુવેગની જેમ આગ પ્રસરતા નાસભાગ મચી હતી ઘટના પગલે યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જયાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અક્સ્માતનું ગુનો નોધ્યુ હતું