જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)પુરક પરીક્ષા જુલાઈ-2022ના આજે પ્રથમ દિવસે બોટાદ જિલ્લામાં કુલ 1654 વિદ્યાર્થીઓમાંથી 1455 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને 199 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં કુલ 9 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. ધોરણ 10ની પરીક્ષા કુલ 6 પરીક્ષા બિલ્ડીંગમાં અને ધોરણ 12ની પરીક્ષા 1 બિલ્ડીંગમાં લેવાઈ હતી.