મોરબીમાં એસ.ઓ.જી. પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક યુવકની દેશી પિસ્તોલ સાથે ત્રણ જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ હેડ કોન્સ્ટેબલ સેખાભાઇ મોરી તથા મહાવિરસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, મહેન્દ્રનગર ચોકડી પાસે એક ઇસમ તેના કબજામાં પીસ્તોલ જેવુ હથિયાર ધારણ કરીને ફરે છે. જેને પગલે પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે ટીંબડી રોડ પર રેઇડ ચલાવી હતી. જ્યાં આરોપી વિજય ઉર્ફે જગો રમણીકભાઇ ઓગાણી મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી. પોલીસે રૂ.૧૦,૦૦૦ની કિંમતની દેશી બનાવટની પીસ્તોલ અને રૂ.૩૦૦ના ૩ નંગ જીવતા કાર્ટીઝ સહીત .રૂ. ૧૦,૩૦૦/-નો મુદામાલ કબ્જે કરી આરોપી વિજય વિરૂધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરીમાં મ.પી.પંડ્યા,ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી એમ..એસ.અંસારી, પો.સબ ઇન્સ. એસ.ઓ.જી.,મોરબી તથા એ.એસ.આઇ.રણજીતભાઇ બાવડા, પો.હેડ.કોન્સ. રસીકભાઇ કડીવાર,સેખાભાઇ મોરી, મહાવિરસિંહ પરમાર, મુકેશભાઇ જોગરાજીયા, સબળસિંહ સોલંકી તથા પો.કોન્સ. ભાવેશભાઇ મીંયાત્રા,અશ્વિનભાઇ લોખીલ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.