રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે અંદાજે ૯.૧૨ લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકશાન સામે સહાય ચુકવાશે * ૧૪ જિલ્લાના અસરગ્રસ્ત ૫૦ તાલુકાઓના ર ૫૫૪ ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન અને કિસાનોની રજુઆતોનો ફળદાયી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૩૩ ટકા અને તેથી વધુ નુકશાન હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે પેકેજ સહાયનો લાભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ . ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે રાજ્યમાં ૨૦૨૨ ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાર અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે . આ વર્ષે ભારે વરસાદને કારણે ૧૪ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાવાને કારણે ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હતું . છોટાઉદેપૂર નર્મદા , પંચમહાલ , નવસારી , વલસાડ , ડાંગ , તાપી , સુરત , કચ્છ , જૂનાગઢ , મોરબી , પોરબંદર , આણંદ , ખેડા જિલ્લાઓના કુલ ૫૦ તાલુકાઓના ૨૫૫૪ ગામોમાં પાક નુકશાની અંગેના અહેવાલો સંબંધિત જિલ્લા તંત્ર મારફતે રાજ્ય સરકારને મળ્યા હતા . મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અહેવાલોના સર્વગ્રાહી આકલન અને ખેડૂતો ખેડૂત સંગઠનોની તથા પ્રજા પ્રતિનિધિઓની રજુઆતો સંદર્ભે સંવેદનાપૂર્ણ અભિગમ અપનાવીને આ ૬૩૦.૩૪ કરોડ રૂપિયાના માતબર સહાય પેકેજની ઘોષણા કરી છે , રાજ્યમાં અંદાજે ૯. ૧૨ લાખ હેક્ટર જમીન વિસ્તારમાં ૮ લાખથી વધુ ધરતીપુત્રોને આ પેકેજનો લાભ મળશે . કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલા આ સહાય પેકેજની વિસ્તૃત વિગતો આપી હતી . તેમણે જણાવ્યું કે , આ ઉદારત્તમ સહાય પેકેજ અંતર્ગત એવું નિર્ધારીત કરવામાં આવ્યું છે કે ૩૩ ટકા અને તેનાથી વધુ પાક નુકશાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને ખેતી પાકો માટે ( કેળ સિવાયના ) હેક્ટર દિઠ રૂ . ૬૮૦૦ સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં SDRF તેમજ સ્ટેટ બજેટમાંથી આપવામાં આવશે જયારે કેળ પાકને થયેલા નુકશાન માટે કુલ રૂ . ૩૦,૦૦૦ ની હેક્ટર દિઠ સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ( SDRF બજેટમાંથી રૂ .૧૩૫૦૦ પ્રતિ હેકટર ઉપરાંત રાજય બજેટ માંથી વધારાની સહાય તરીકે રૂ .૧૬૫૦૦ પ્રતિ હેકટર ) આપવાની જોગવાઇ આ પેકેજમાં કરવામાં આવેલી છે . કૃષિ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે , જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRF ના ધોરણો અનુસાર સહાયની ચુકવવાપાત્રરકમ રૂ . ૪ હજાર કરતાં ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ઓછામાં ઓછી રૂ . ૪ હજારની સહાય ચુકવવાની રહેશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય પણ કરવામાં આવેલો છે . આવા કિસ્સામાં SDRF માંથી મળવાપાત્ર સહાય ઉપરાંતની ચુક્વવાપાત્ર થતી સહાયની રકમ રાજ્ય બજેટમાંથી ચુકવવામાં આવશે . આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના - વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર સરકારે ડિજિટલ ગુજરાત માધ્યમ પર કૃષિ રાહત પેકેજ પોર્ટલ ખુલ્લું મૂકવાની તથા આ માટે ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ - ગ્રામ કેન્દ્ર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરેલી છે , તેમ પણ શ્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું . પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં .૮ - અ , તલાટીનો વાવેતરનો દાખલો / ગામ નમૂના નં . ૭-૧૨ , આધાર નંબર , મોબાઇલ નંબર , બેંક એકાઉન્ટ નંબર , IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ , સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો “ ના- વાંધા અંગેનો સંમતિ પત્ર " વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં તે માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે તેમ પણ કૃષિ મંત્રીશ્રીએ આ સહાય પેકેજની વિગતો આપતાં જણાવ્યું હતું , રિપોર્ટર.ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्री कृष्ण जन्मोत्सव में झूमे श्रोता माताओं बहनों ने बधाइयां गीत गाकर किया भाव विभोर
*संसार में कोई भी वस्तु भगवान से अलग नहीं : आचार्य श्री दिव्यांग भूषण बादल जी महाराज*
*श्री...
પાલીતાણા તળેટી પર સિંહની લટાર મારતો વીડિયો વાયરલ
પાલીતાણા તળેટી પર સિંહની લટાર મારતો વીડિયો વાયરલ
અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન ભાવનગરના એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું
અરવિંદ કેજરીવાલ અને ભાગવત માન ભાવનગરના એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું
"50 लाख में फर्जी डॉक्टरों का रजिस्ट्रेशन," किरोड़ी लाल का दावा-एक सप्ताह पहले CM को दी थी जानकारी
कैबिनेट मंत्री डॉ. किरोड़ीलाल मीणा ने दावा किया है कि 30 से 50 लाख रुपए रिश्वत लेकर मौत के...
ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ચાઈના દોરી સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ...
ડીસા દક્ષિણ પોલીસ દ્વારા ચાઈના દોરી સાથે બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ...