: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ * નોંધણી કરાયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરાશે પાકની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરાશે * * કૃષિ મંત્રી શ્રી રાજકોટ ખાતેથી ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે રાજ્યભરમાં ૨૯ ઓક્ટોબર - લાભપાંચમથી ૯૦ દિવસ સુધી મગફળી મગ , અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ- PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ જણાવ્યું હતું . કૃષિ મંત્રી શ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળીકેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ .૫,૮૫૦ , મગનો , રૂ .૭,૭૫૫ , અડદનો રૂ .૬,૬૦૦ અને સોયાબિનનો રૂ .૪,૩૦૦ પ્રતિ ક્વિલ જાહેર કરવામાં આવ્યો છે . ખરીફ ૨૦૨૨-૨૩માં ગુજરાતમાં મગફળીના ૯,૭૯,૦૦૦ મે.ટન , મગના ૯૫૫૮૮ મે.ટન , અડદના ૨૩,૮૭૨ મે.ટન અને સોયાબિનના ૮૧,૮૨૦ મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કે સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે . જે અંતર્ગત ખરીફ ૨૦૨૨-૨૩માં મગફળીની ટેકાના ભાવે ખરીદીની રૂ .૫૭૨૯ કરોડ મગ પાકની રૂ .૭૬ કરોડ , અડદ પાકની રૂ .૧૫૮ કરોડ અને સોયાબીન પાકની રૂ .૩૫૨ કરોડ મૂલ્ય મળી અંદાજિત કુલ રૂ .૬૩૧૫ કરોડની ની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી માટેનું આયોજન હાથ ધરાયુ છે . જેનો રાજ્યના અંદાજિત ર ૩.૫૦ લાખ ખેડૂતોને લાભ મળશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.ખેડૂતોના હિતને ઘ્યાને રાખી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે? ખરીફ ઋતુમાં મગફળી મગ , અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકાર દ્વારા સઘન આયોજન કરાયું છે . ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે . નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે . જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે . વેચાણ કરેલ જણસનું ખેડૂતોને ચૂકવણું સીધુ તેમના ખાતામાં જમા કરવામાં આવશે . લાભપાંચમ , તા .૨૯ ઓકટોબર -૨૦૨૨ થી કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ દ્વારા મુહૂર્ત સ્વરૂપે રાજકોટ ખાતે સમગ્ર રાજ્યમાં મગફળી , મગ , અડદ અને સોયાબીન પાનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવવામાં આવશે .
રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.