સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના કંકાવટી ગામની સીમમાંથી દેશી હાથ બનાવટી સીંગલ બેરલની બે બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો છે. પોલીસે શખ્સને પકડી પાડી તેની વિરૂદ્ધ આર્મ્સ એકટ કલમ 25(1)(1-બી)એ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે આર્મ્સ એક્ટના ગુનાઓ અટકાવવા અંગે સુચના આપી હોય, જે આધારે ધ્રાંગધ્રા ના.પો.અધિ.જે.ડી.પુરોહીતના સીધા માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.યુ.એલ.વાઘેલાની સુચનાથી ડી.સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પો.કોન્સ.નરેશ ભોજીયાને મળેલી ચોકકસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે કંકાવટી ગામની સીમ વિસ્તારથી આરોપી કાંતીભાઈ જેશીંગભાઈ ઝીંઝુવાડીયા ( જાતે ચુ,કોળી ઉ.વ.45 ) ( રહે-કંકાવટી તા.ધ્રાંગધ્રા )વાળાને લાયસન્સ કે આધાર પુરાવો કે પાસ પરમીટ વગર બે દેશી હાથ બનાવટની સીંગલ બેરલની બંદુક સાથે ઝડપી પાડ્યો હતો. એક બંદુકની કી.રૂ. 1000/- મળી બંને બંદુકની કી.રૂ 2,000/- સાથે શખ્સને પકડી પાડી તેની વિરૂદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(1-બી)એ મુજબ ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kejriwal defying ED constitutional office to create anarchy :Chugh
BJP national general secretary Tarun Chugh today came down heavily on Delhi chief minister Arvind...
વડોદરા: મંજુસર પોલીસે દુબઈથી લાવાતા સોનાની દાણચોરીનો કર્યો પર્દાફાશ| Vadodara Police|Manjusar Police
વડોદરા: મંજુસર પોલીસે દુબઈથી લાવાતા સોનાની દાણચોરીનો કર્યો પર્દાફાશ| Vadodara Police|Manjusar Police
শিহৰণকাৰী ঘটনা ! দলং খহি নদীত পৰিল শ-শ লোক, ৩২ জন নিহত
দেওবাৰে সন্ধিয়া গুজৰাটত এক ভয়ংকৰ ঘটনা সংঘটিত হয়।
গুজৰাটৰ মোৰবীৰ মচ্ছু নদীৰ ওপৰত থকা এখন...
રામદેવપીર મહારાજનો પાટોત્સવ ઉજવાયો દવાજાપુજન કરવામાં આવ્યું સમુહ ભોજન કરવામાં આવ્યું
રામદેવપીર મહારાજનો પાટોત્સવ ઉજવાયો દવાજાપુજન કરવામાં આવ્યું સમુહ ભોજન કરવામાં આવ્યું