સિહોર તાલુકાનદ પાંચતલાવડા ગામની ગ્રામસભા જાણે તમાસો બની ગઈ છે તેમ વારંવાર બહિષ્કાર કરવામાં આવી. રહ્યો છે. સંબંધિત ખાતાના અધિકારીઓ તંત્ર કે સરકારના પદાઅધિકારી સાંભળતા નથી માટે ગ્રામજનોએ બીજી વખત બહિષ્કાર કર્યો હતો, જેને લઇને સંબંધિત તંત્ર દોડતું થયું છે પાંચતલાવડા ગ્રામસભા વિકાસના કામો નહીં કરતાં બીજી વખત ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગામના લોકોની એક માંગ હતી કે સંબંધિત ખાતાના જવાબદારી અધિકારીઓને બોલાવીને પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે અહીના રોડ રસ્તાઓથી કાચો લોકો પરેશાન છે, સરકાર દ્વારા આખા દેશમાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચાઓ કરવામાં આવે છે, ત્યારે હકીકત કઈ જુદીજ જોવા મળી હી છે.આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો હજુ પણ પ્રાથમિક સુવિધા એવા પાકા રોડ રસ્તાથી વંચિત છે કદાચ ગ્રામ્ય જીવનની સ્થિતિ શહેરીઓ માટે સમજવી અઘરી છે ગરમીમાં ખાલી બાઈક પર એકાદ કિલોમીટરનો આંટો તો મારી આવો તો કદાચ ગામડાની મહિલાઓ પાણી માટે બેડલા ઉઠાવી એક નહીં પાંચ પાંચ કિલોમીટર સુધી દૂર જતી હોય તેની પીડા જરૂર સમજી શકાશે, કદાચ સરકારી નેતાઓ કે જે વિકાસની પીપુડી પર જ લોકોને નચાવતા રહે છે તેમને પણ એસી કારમાંથી બહાર નીકળતા જ ગરમીનો એહેસાસ થતો જ હશે પરંતુ તે ચામડી કદાચ થોડી વધુ જાડી છે જે આ પીડાને અનુભવી શકે તેમ નથી લાગી રહી. પાંચતલાવડા અને આજુબાજુના જુના પડતર પ્રશ્નો અન વિકાસના કામો પહેલા કરો અધિકારી રૂબરૂ આવે અને અમાર જુના પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે પછી જગ્રામસભા યોજાશે તેવું લોકોએ કહ્યુંછે 

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं