લીંબડી પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે લીંબડી-અમદાવાદ હાઈવે પરથી પોલીસે શંકાસ્પદ હાલતમાં ઘઉં અને ચોખા સહિતનો રૂ. 8.02 લાખના મુદામાલ સાથે અનાજનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. જેમાં લીંબડી હાઇવે પર ચોરણીયા ગામ પાસે હોટલમાંથી અનાજનો જથ્થો, આઈશર અને છકડો રીક્ષા સહિત અંદાજે રૂ. આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.લીંબડી પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે લીંબડી હાઇવેની એક હોટલ પર શંકાસ્પદ અનાજના જથ્થા પર દરોડો પાડ્યો હતો. જેમાં લીંબડી પોલીસ દ્વારા મામલતદાર તેમજ અધિકારીઓને આ અંગે જાણ કરવામા આવતા એમણે ટીમ સાથે તાકીદે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં લીંબડી પોલીસે આઇશર, છકડો રીક્ષા અને અનાજના શંકાસ્પદ જથ્થા સહિતનો તમામ મુદ્દામાલ પોલીસ મથકે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.લીંબડી પીએસઆઇ ડી.જે.ઝાલા સહિતના પોલીસ સ્ટાફે આ દરોડામાં આઇશર ગાડીમાંથી ચોખાના 5400 કિ.ગ્રાના વજનના 120 કટ્ટા કિંમત રૂ. 1,89,000, ખુલ્લી જગ્યામાં પડેલા 4860 કિ.ગ્રાના 108 કટ્ટા ઘઉંના કિંમત રૂ. 1,45,800, ખુલ્લી જગ્યામાં પડેલા 450 કિ.ગ્રાના 10 કટ્ટા ચોખાના કિંમત રૂ. 15,750, છકડા રીક્ષામાં ઘઉંના 400 કિ.ગ્રા.વજનના 50 કટ્ટા કિંમત રૂ. 12,000 મળી શંકાસ્પદ અનાજનો જથ્થો કિંમત રૂ. 3,62,550, આઇશર કિંમત રૂ. 4,00,000 અને છકડો રીક્ષ‍ા 40,000 મળી કુલ રૂ. 8,02,550ન‍ો મુદામાલ ઝબ્બે કરી લીંબડી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કેસની વધુ તપાસ લીંબડી પીએસઆઇ ડી.જે.ઝાલા ચલાવી રહ્યાં

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं