દિવાળી પર્વે રંગોળી બનાવવાની પ્રાચીન પરંપરા છે. સૌથી મોટા આ તહેવારોમાં ઘરમાં કે આંગણામાં કલરોના માધ્યમથી આપણે સૌ રંગોળી બનાવીએ છીએ. સિહોરના લોકો પણ ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવીઓ બનાવી આંગણાને સુશોભિત કર્યું હતું દિવાળી પર્વે રંગો દ્રારા લાગણીની અભિવ્યક્તિ એટલે રંગોળી. અગિયારસ, બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ આ છ દિવસ આપણો ઉત્સાહ અનેરો હોય છે. આદીકાળથી ચાલી આવતી રંગોળીમાં પહેલા મીંડાના માધ્યમથી કરાતી કરાતી બાદમાં નવા જમાનામાં અત્યારે વિવિધ રીતે લોકો રંગોળી નિર્માણ કરે છે. આપણે ત્યૌહાર, વ્રત, પૂજા, ઉત્સવ, વિવાહ જેવા શુભ અવસરે સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવીએ છીએ. આંગણે રંગોળી કરીને રંગોના માધ્યમ વડે જીવન ઉત્સવમાં રંગો ભરે. રંગોળીમાં આપણી પ્રકૃતિજોવા મળે છે.