દિવાળીના તહેવારને લઈ લોકો વિવિધ સ્થળે

રજાઓ માણવા જતા હોય છે. ત્યારે જૂનાગઢના

ભવનાથમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી.

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેની લોકોએ

મજા માણી હતી. ગિરનાર ખાતે પ્રવાસીઓમાં

રોપ-વે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જૂનાગઢના

ભવનાથમાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં રજા માણવાના અનેક સ્થળો

આવેલા છે જેમાંનું એક ગિરનાર ભવનાથ ક્ષેત્ર

છે. દિવાળીની રજાનો આનંદ માણવા પ્રવાસીઓ

દૂર દૂરથી અહિં ઉમટી પડે છે. ગિરનાર પર્વત

પર યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી હતી.

સાથોસાથ ગિરનાર રોપ-વેની સાઇટ પર પણ

લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગિરનાર

ઋગ્વેદ દ્વારા જૂનાગઢ અને ખાસ કરી રોપ-વે ની

મુલાકાતે આવતા પ્રવાસીઓને કોઈપણ પ્રકારની

હાલાકી ન ભોગવવી પડે તે માટે એડવાન્સ

બુકિંગની પણ અલગથી વ્યવસ્થા કરવામાં

આવેલી છે. જૂનાગઢના ભવનાથ ખાતે આવેલા જિલ્લા

પંચાયત પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે ઉષા બ્રેકો કંપની

દ્વારા રોપ - વે માટે એડવાન્સ બુકિંગની સુવિધા

કરવામાં આવતા લોકોને પણ સહેલાઈથી રોપ-વે

ની ટિકિટો મળી રહે છે. ઉષા બ્રેકો રોપ-વે કંપની

દ્વારા આવનારા પ્રવાસીઓમાં કોઈપણ પ્રકારની

મુશ્કેલી ન પડે તે માટે ખાસ સુવિધા આપવામાં

આવી છે. ઉષા બ્રેકો કંપનીના ગાર્ડસ દ્વારા

વયો વૃદ્ધ પ્રવાસીઓની ખાસ સંભાળ રાખવામાં

આવે છે. તો આવનાર પ્રવાસીઓના મનોરંજન

માટે અલગ-અલગ કાર્ટુન પર્સન પણ રાખવામાં

આવ્યાં જૂનાગઢ આવેલા એક પ્રવાસીએ જણાવ્યું

હતું કે, રોપ-વેની સફર અનેરી સફર છે. મા

અંબાના દર્શન કરી પોતે ધન્યતા અનુભવે છે.

તેમજ દત્તાત્રેય શિખર પર લોકોની ભારે ભીડ

જોવા મળી હતી અને પ્રકૃતિ સાથે પરમેશ્વરના

દર્શન કરી શકાય છે. ગિરનાર પર આહલાદક

વાતાવરણ હોવાને કારણે યાત્રાળુઓ અનેરો

આનંદ માણી રહ્યાં છે. તો બીજી તરફ જૂનાગઢ

બાદ પ્રવાસીઓ સાસણગીર, સતાધાર પરબ,

સોનાલધામ, મોણીયા, કનકાઈ, બાણેજના દર્શન

કરી ગીર પ્રકૃતિનો આનંદ માણે છે. જૂનાગઢ દિનપ્રતિદિન પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી

રહ્યું છે, ત્યારે ગિરનાર પર રોપ-વે આવવાથી

ગિરનારની સફર સૌ કોઈ માટે સહેલી બની છે.

પરિણામે, દિવાળીના તહેવારોમાં મળેલી રજાનો

આનંદ માણવા દૂરદૂરથી યાત્રાળુઓ ગિરનાર

પર્વત પર ઉમટી પડ્યાં છે. ખાસ કરીને અંબાજી

સુધી યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યોછે. માત્ર ગિરનાર રોપ-વે જ નહીં, પરંતુ સીડી

દ્વારા ચડીને આવવા વાળા યાત્રાળુઓની સંખ્યા

પણ ઘણી બધી છે.