સુરેન્દ્રનગરના ધ્રાન્ગ્રધમાં કરૂણ ઘટનામાં પ્રકાશમાં આવી છે જેમાં તળાવમાં ડૂબ જવાથી 5 બાળકોના કરૂણ મોત નિપજયા છે જેને લઇ સમ્રગ ગામમાં એરરાટી વ્યાપી ગઇ છે તળાવ ડૂબાવાની ઘટનાને લઇ પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી તમામ બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા .
ધ્રાન્ગધના મેથાન અને સરવાળા વચ્ચે આવેલા તળાવમાં 5 બાળકો નાહવા ગયા હતા તે દરમિયાન ઉડાંઇમાં ગરકાવ થઇ જતા ડૂબી ગયા હતા ડૂબવાની ઘટનાને લઇ ગ્રામજનો બચાવવ માટે તળાવ ઝંપાલવ્યુ હતુ જો કે ઘણું મોડું થઇ જતા 5 બાળકોના મોત નિપજ્યા હતા ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા સ્થાનિક તરવૈયાઓની મદદથી તમામને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે મૃતકમાં 4 બાળકીઓ અને 1 બાળકોનું સમાવેશ થાય છે
પરિવાર મોતના સમાચાર મળતા આભ તૂટી પડ્યો હતો સમ્રગ ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતુ જોકે ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પાંચેય મૃતદેહને પી એમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો