એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ભાવનગર, ખાતે પાપડ અથાણા અને મસાલા પાવડરની તાલીમનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગ્રામીણ વિસ્તારના ૩૨ બહેનો તાલીમમાં જોડાયા હતા. આ તાલીમ કાર્યક્રમના સમાપન પ્રસંગે મુખ્ય અતિથી વિશેષ તરીકે એસ.બી.આઇ ઇવોલ્યુશન ઓડીટર શ્રી સનીભાઈ ઉપસ્થિત રહ્યા હતા. એસ.બી.આઈ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા,ભાવનગરના નિયામકશ્રી આર.એસ. રાઠોડ તથા ઇ.ડી.પી એસેસરશ્રી એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસરશ્રી રજનીભાઈ દ્વારા તાલીમાર્થી બહેનોને તાલીમ કાર્યક્રમ બાદ સ્વરોજગાર વિકાસ અને ઉદ્યોગસાહસિકતા વિકાસ માટે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસ. બી. આઈ. આરસેટી સ્ટાફ શ્રી હંસાબેન ચાવડાગોર, શ્રી નીલેશભાઈ બરોલીયા, શ્રી ઈશાનભાઈ કલીવડા,શ્રી રાજુભાઈ પઠાણ, શ્રી સંજયભાઈ શુક્લા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.