માણસાના ગલથરા ગામમાં રહેતા યુવક દ્વારા પાંચ વર્ષ પહેલા એક યુવતી સાથે પ્રેમ સબંધી બાધી તેની ઉપર બળાત્કાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ યુવતીએ યુવક સામે વિસનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર થઇ ગયો હતો. જેને ગાંધીનગર એલસીબીએ તેના ઘરેથી ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ પાંચ વર્ષ પહેલા માણસાના ગલથરા ગામમાં રહેતા જાલમ ઉર્ફે ઝાલાજી ઉર્ફે ઝીલાજી મનુજી ઠાકોર દ્વારા કામિની (નામ બદલ્યુ છે) નામની યુવતી સાથે પ્રેમ સબંધ બાંધ્યો હતો અને બંને લોકો ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતી તેના પિયરમાં આવતી જતી રહેતી હતી.
પરંતુ ત્યારબાદ યુવક સહિત ત્રણ જેટલા સગા સબંધી સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા આરોપી ઝાલાજી ફરાર થઇ ગયો હતો. આરોપીની બાતમી એલસીબીન ટીમને મળી હતી. પોલીસે આરોપીને માણસાના ગલથરા ગામે પહોંચી ઝડપી લીધો હતો.