ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં ખાદ્યતેલોના ભાવો આસમાને પહોંચી ગયા છે. મોંઘવારીના કારણે સામાન્ય માણસની કમર તૂટી છે. ત્યારે આ વચ્ચે રાજ્ય સરકારે ખાસ નિર્ણય લીધો છે. રાજ્યના લાખો લોકોનો તહેવાર આનંદમય રીતે ઉજવાય તે હેતુ સર રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે સીંગતેલ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
આગામી તહેવારો ને લઈને રાજ્ય સરકાર ના અન્ન નાગરિક પુરવઠા વિભાગ કરી શકે જાહેરાત
71 લાખ જેટલા બીપીએલ કાર્ડ ધારકોને આપવામાં આવશે 1લીટર સીંગતેલ
100 રૂપિયાના દરે સરકાર કાર્ડ ધારકોને આપશે સીંગતેલ
સાતમ આઠમ ના તહેવારને ધ્યાને રાખીને સરકારની જાહેરાત
સસ્તું અનાજ મેળવનાર પરીવારોની સંખ્યા 71 લાખ જેટલી
રાજ્યના 71 લાખ રેશનકાર્ડ ધારકોને સસ્તુ ખાદ્યતેલ મળી શકે છે. રાજ્યમાં સસ્તું અનાજ મેળવનાર પરીવારોની સંખ્યા 71 લાખ જેટલી છે. આ તમામ કાર્ડ ધારકોને રાજ્ય સરકાર સસ્તા દરે ખાદ્યતેલ આપે છે. સરકારે નિર્ણય કર્યો છે કે જે સીંગતેલની બજાર કિંમત 200 રૂપિયા છે તે માત્ર 100 રૂપિયામાં આપશે.