*અવસર લોકશાહીનો: બોટાદમાં ઈવીએમ નિર્દેશન થકી લોકોને માર્ગદર્શિત કરાયા*
____________:
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે બોટાદ જિલ્લામાં સ્વીપ અંતર્ગત અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે ઈવીએમથી લોકો પરિચીત થાય અને કેવી રીતે મતદાન કરવું તે વિશે જાગૃતિ આવે તે માટે ઈવીએમ નિર્દેશન કરવામાં આવ્યું હતું. જેમા મહિલા, યુવાનો અને વૃદ્ધોને ઈવીએમ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ એક-એક મત કેટલો કિંમતી છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ મતદારો કોઇ પણ મૂંઝવણ વગર મતદાન કરી શકે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઈવીએમ અંગેની જાગૃતતા માટે ડેમો કરી તાદર્શ માહિતી આપવામાં આવી રહી છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ ઈવીએમ વિશે સંપૂર્ણ જાણકારી મળી રહે. આ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહ બતાવી રહ્યા છે.