કડી શહેર તેમજ તાલુકાની અંદર સાયલેન્સર ચોરી, બાઇક ચોરી તેમજ અનેક ચોરીઓની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે કડીના દેત્રોજ રોડ ઉપર આવેલા આદ્યપુરૂષના મંદિર પાસે પાર્ક કરેલું બાઈક ચોરાતાં બાઈક માલિકે કડી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
જોટાણા તાલુકાના સુરજ ગામે રહેતા કાળુજી ઠાકોર કે જેઓ કડિયાકામ મજૂરી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે અને તેઓ કડીના દેત્રોજ રોડ ઉપર આવેલ હરિકૃપા સોસાયટીમાં કડિયાકામ ચાલતું હોય પોતાનું બાઈક નં GJ 2 CF 1936 માલિકીનું લઈને આવ્યા હતા અને હરિકૃપા સોસાયટીના સામે આવેલ આદ્યપુરૂષ મંદીર આગળ પોતાનું બાઈક પાર્ક કરેલું હતું જ્યારે કડિયા કામ પૂર્ણ કરીને તેઓ સાંજના સમયે પોતાના ગામ સુરજ જવાનું હોય આદ્યપુરૂષ મંદિર પાસે પાર્ક કરેલું બાઈક પાસે જતા પોતાનું બાઈક મળી આવ્યું હતું બાદમાં તેઓએ આજુબાજુ તેમજ સગા સંબંધીઓને જાણ કરતા પોતાનું બાઈક ન મળી આવતાં આદ્યપુરૂષ મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં ચેક કરતા એક ઇસમ પોતાનું બાઇક ચોરી કરીને લઈ જતો નજરે પડતાં તેઓ સીસીટીવી ફૂટેજ લઇને કડી પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.