સુરત શહેરના પલસાણા વિસ્તારમાં જૈન સમાજનું દ્વિતીય અધિવેશન યોજવામાં આવ્યું.
બ્રામી સુંદરી દક્ષિણ ગુજરાત કન્યા મંડળ દ્વારા જૈન સમાજનું દ્વિતીય અધિવેશન SDJ સ્કૂલમાં યોજાયું, કુરિવાજો બંધ થાય તેમજ પોતાના સમાજને છોડીને અન્ય જ્ઞાતિઓમાં છોકરીઓને લગ્ન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે એવા તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.
સુરત જિલ્લાના પલસાણા ખાતે SDJ ઇન્ટર નેશનલ સ્કૂલમાં બ્રામી સુંદરી દક્ષિણ ગુજરાત કન્યા મંડળ દ્વારા એક જાગૃતિ સભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યા માં ઉપસ્થિત કન્યા મંડળની મહિલાઓના ઉત્થાન માટે તેમજ સ્નેહમિલ ના હેતુ સાથે જૈન સમાજનું દ્વિતીય અધિવેશન નું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સમાજ માં ચાલતા કુરિવાજો બંધ થાય. તેમજ સમાજની મહિલાઓ તેમજ યુવતીઓ શિક્ષણ ક્ષેત્ર તેમજ વ્યાપાર ક્ષેત્રે આગળ આવે એ હેતુ સાથે આ માહિતી સભર અધિવેશન નું આયોજન કરાયું હતું. જૈન સમાજ ના મોટી સંખ્યામાં આ યુવતીઓને આવરીને દ્વિતીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સ્નેહમિલન થકી સમાજને માટે અને લોકો માં આવકારદાયક કેટલાક જરૂરી સુચનો કન્યા મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ સમાજ ઉપયોગી અને સમાજનું સંગઠન મજબૂત બને એ હેતુ સાથે યુવતીઓ ની ઉપસ્થિતિમાં ત્રણ જેટલા નિયમો પણ સામૂહિક રીતે નક્કી કરવામાં આવ્યા હતા. ખાસ કરીને યુવતીઓ દ્વારા સમાજ છોડી અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા બાબત, લગ્ન માં થતા ખોટા ખર્ચા ઉપર કાપ મુકવામાં આવે, તેમ જ ભૃણ હત્યાનો સતત નિષેધ કરવા ના જાહેરમાં સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. બ્રામી સુંદરી દક્ષિણ ગુજરાત કન્યા મંડળ દ્વારા પલસાણા ખાતે આયોજિત અધિવેશનમાં 600થી વધુ કન્યાઓ કાર્યક્રમ માટે જોડાઈ હતી. સમાજની મહિલાઓના ઉત્થાન માટે બનાવેલ આ કન્યા મંડળમાં વાપી થી અંકલેશ્વર સુધીના મહિલા સભ્યો જોડાયા છે.