દિવાળીનો તહેવાર નજીક આવતા જ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મીઠાઈ અને ફરસાણની દુકાનો પર તપાસ કરવા માટેની સૂચના આપી હતી. જે સૂચન બાદ જિલ્લાનું ફૂડ અને ડ્રગ વિભાગ સતર્ક બન્યું છે. દિવાળીના તહેવારોમાં લોકોના આરોગ્યની સાથે ચેડા ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ન માત્ર પાટણના શહેરી વિસ્તારમાં પરંતુ પાટણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોની મીઠાઈ અને ફરસાણની દુકાનો પર સેમ્પલ લઈ ચકાસણી હાથ ધરવામાં આવી છે.
પાટણ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જિલ્લાની 27 મીઠાઈ અને ફરસાણની દુકાનો પર તપાસ કરવામાં આવી હતી. જે તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતા ખાદ્યપદાર્થોના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જે ખાદ્યપદાર્થોના સેમ્પલ તપાસણી અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. જિલ્લા કલેકટરશ્રીની સૂચના બાદ જિલ્લાનું ફૂડ અને ડ્રગ વિભાગ એક્શન મોડ પર આવ્યું છે. જેના કારણે ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરતાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ પણ સતર્ક બન્યા છે.
દિવાળી અને નૂતન વર્ષના તહેવારોમાં લોકો મોટા પ્રમાણમાં મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. જે દરમિયાન લોકોનું આરોગ્ય ન જોખમાય તે માટે જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ છે. જિલ્લા કલેકટરશ્રીની સૂચનાના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તકેદારી લોકોને અખાદ્ય મીઠાઈ અને ફરસાણની વાનગીઓથી દૂર રાખશે. જેના કારણે તહેવારોમાં લોકોના આરોગ્ય સામે ઊભું થતું સંકટ દૂર થશે.
દિવાળીના સમયમાં મોટાભાગે માવાની મીઠાઈઓ વધુ પ્રમાણમાં વેચાતી હોય છે. જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા માવાના સેમ્પલ પણ એકત્ર કરાયા હતા. પાટણમાં દેવડાની મીઠાઈ વધુ પ્રસિદ્ધ છે. જેથી દેવડાની મીઠાઈના સેમ્પલ પણ ચકાસણી માટે લેવાયા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા સેમ્પલમાં દેવડા, કાજુકતલી, બરફી, દૂધીનો હલવો, પેંડા, જલેબી તેમજ ફરસાણના સેમ્પલ લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.
આ અંગે પાટણના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ઇન્સપેક્ટર મેહુલ પટેલે જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી સાહેબની સૂચના બાદ અમારી ટીમે ન માત્ર પાટણમાં પરંતુ જિલ્લાની અલગ અલગ વિસ્તારની મીઠાઈ અને ફરસાણની દુકાનો પર તપાસ કરી સેમ્પલ એકત્ર કર્યા છે. તહેવારોના સમયમાં મીઠાઈ અને ફરસાણમાં ભેળસેળ ન થાય તે માટે અમારી ટીમ સતત કામ કરી રહી છે. જિલ્લાની 27 મીઠાઈ ફરસાણની દુકાન ઉપર તપાસ કરી સેમ્પલ એકત્ર કરવામાં આવે છે. જે સેમ્પલમાં ખાદ્ય નિયમોને અંતર્ગત કઈ પણ ક્ષતિઓ જણાવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
*બોક્સઃ*
*મીઠાઈના સેમ્પલ લેવામાં આવેલ દુકાનો*
*પાટણ:*
અંબિકા સ્વીટ માર્ટ, પ્રવિણ મિઠાઈ ઘર, રસસંગમ સ્વીટ માર્ટ, ન્યુ આસ્વાદ સ્વીટ માર્ટ, ભગવતી સ્વીટ માર્ટ, ચંદન સ્વીટ એન્ડ મઠા પાર્લર
*રાધનપુર:*
●ગુજરાત સ્વીટ,
●સુખડીયા સ્વીટ એન્ડ નમકીન ●રાધે સ્વીટ માર્ટ(માજીસા પેલેસ)
*ચાણસ્મા:*
●સોનલ બેકરી એન્ડ સ્વીટ માર્ટ ●સતિષ સ્વીટ માર્ટ
*સિદ્ધપુર:*
●સહયોગ સ્વીટ માર્ટ
●નકીજ સ્વીટ માર્ટ રોયલ સ્વીટ માર્ટ
●રામદેવ સ્વીટ માર્ટ
*સાંતલપુર:*
●રામદેવ સ્વીટ માર્ટ
●જય અંબે નાસ્તા હાઉસ.
.....................................