સુરતના ઉમરપાડા ના શરદા ગામના પ્રોહિબિશન ગુનાના બે વોન્ટેડ આરોપીને એલ સી બી ની ટીમે ઝડપી લીધા.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ઉમરપાડા ના શરદા ગામના પ્રોહિબિશન ગુનાના બે વોન્ટેડ આરોપીને એલ સી બી ની ટીમે ઝડપી લીધા. ધારાસિંગ વસાવા કેવડી બજાર અને ચંદ્રસિંગ વસાવાને ઉમરપાડા ચાર રસ્તાથી ઝડપી પાડ્યો ઉમરપાડા તાલુકાના સરદા ગામના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક મહિના ઓથી નાસ્તા ફરતા બે આરોપીને એલ સી બી ની ટીમે ઝડપી પાડ્યા હતા પ્રોહીબિશનના ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવતા સુરત ગ્રામ્ય પોલીસ ના પી. આઈ બી ડી શાહ તેમજ પી આઇ એ ડી ચાવડા અને પી. એસ. આઇ વી આર દેસાઈ ના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરાઈ હતી

ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુના નો વોન્ટેડ આરોપી ધારાસીંગભાઇ ગીબાભાઈ વસાવા રહે સરદા ગામ કેવડી ગામના બજારમાં ઉભો હોવાની બાતમી હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ શ્રવણભાઈ અને રાજેશભાઈ બળદેવભાઈ ને મળી હતી જેને આધારે રેડ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો જ્યારે બીજો એક આરોપી ચંદ્રસિંગ રામસિંગ વસાવા રહે સરદા ગામ વિરુદ્ધ ઉંમરપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન નો ગુનો નોંધાયો હતો અને છેલ્લા કેટલાક મહિના ઓથી આરોપી નાસ્તો ફરતો હતો જે અંગેની બાતમી હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ શ્રવણભાઈ અને દીપકભાઈ અનિલભાઈ ને મળતા ઉંમરપાડા ગામના ચાર રસ્તા પાસે થી આરોપીને ઝડપી પાડ્યો હતો બંને આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.